નોટોથી ભરેલી બેગ માછીમારે પાછી આપી, 3 વર્ષ સુધી અસલી માલિકને શોધ્યા

PC: https://zeenews.india.com

તમે ઈમાનદારીની ઘણી ઘટનાઓ તો સાંભળી જ હશે, પરંતુ આજે અમે તમને ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કરતા એક એવા સમાચાર વિશે જણાવીશું, જેને જાણીને તમે ચોંકી જશો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બસીરહાટમાં એક માછલી વેચનારે પ્રમાણિકતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું. માછલી વેચનાર મોહમ્મદ અબુ કાશેમ ગાઝીને 3 વર્ષ પહેલા રસ્તા પરથી નોટોથી ભરેલી બેગ મળી હતી, જે તેણે પોતાની પાસે સંભાળીને રાખી હતી.  ગાઝીએ 3 વર્ષ સુધી બેગના અસલી માલિકની શોધખોળ કરી હતી અને આખરે તે મળી જતા બેગ પરત કરી હતી. બેગના માલિકનો ખુશીનો પાર રહ્યો નહોતો. અને તેણે કહ્યું હતું કે બેગમાં પુરેપુરી રકમ હતી. બેગ માલિકે ગાઝીને 10,000 રૂપિયાનું ઇનામ આપ્યું હતું.

બસીરહાટના દાંદેરહાટના નાગેન્દ્ર કુમાર હાઈસ્કૂલના શિક્ષક ચંપક નંદીની ત્રણ વર્ષ પહેલા બજારમાં નોટોથી ભરેલી બેગ ખોવાઈ ગઈ હતી, જે વારંવાર શોધવા છતાં પણ મળી ન હતી. આ પછી શિક્ષકે આશા છોડી દીધી હતી કે તેને કોઈ દિવસ તેની બેગ પાછી મળશે. સમય જતાં તે પણ આ ઘટનાને ભૂલી ગયા હતા.

પરંતુ માછલી વેચનાર મોહમ્મદ અબુ કાશેમ ગાઝી આ ઘટનાને ભૂલ્યો નહોતા. તેમણે કહ્યું કે તે દિવસે બજારમાં ખૂબ ભીડ હતી અને મેં જોયું કે કોઈ તેની દુકાન પાસે બેગ છોડીને ગયું હતું. ઘણા દિવસો સુધી શોધખોળ કરવા છતાં પણ તે બેગનો મૂળ માલિક ન મળ્યો ત્યારે અબુએ બેગને સંભાળીને રાખી મુકી હતી. અબુ ગાઝીએ બેગ ખોલી પણ નહોતી એટલે તેમને ખબર પણ નહોતી કે બેગમાં શું છે.

બાદમાં અબુએ બેગ ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઇ ગઇ હતી. તે બેગમાં 70 હજાર રૂપિયા હતા, જેમાં નોટોના બંડલ રાખવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે જયારે કોરોના મહામારીના સમયમાં અબુ ગાઝીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે પણ તેમણે એ રૂપિયા ભરેલી બેગને હાથ લગાડ્યો નહોતો. ખરાબ પરિસ્થિતિમાં કોઇ પણ વ્યકિતને મફતમાં મળેલા રૂપિયા વાપરવાનું મન થઇ જાય, પરંતુ અબુની પ્રમાણિકતા ડગી નહી.

 આટલાં વર્ષો સુધી બેગ લેવા માટે  કોઇ આવ્યું નહી તો અબુએ આ રૂપિયા મસ્જીદમાં દાનમાં આપી દેવા માટે વિચાર્યું હતું, પણ તે પહેલા ફરી એકવખત બેગ ખોલી તો એક સ્ટેશનરીની દુકાનનો કેશ મેમો મળ્યો. અબુ એ કેશ મેમો પરથી સ્ટેશનીની દુકાને પહોંચ્યા અને  અસલી માલિક મળી ગયા. કારણ કે એ સ્ટેશનીની દુકાન શિક્ષક ચંપકની જ હતી.

3 વર્ષ પહેલાં જે 70,000 રૂપિયા ભરેલી બેગ ખોવાઇ ગઇ હતી તે પાછી ફરી તો શિક્ષકની ખુશીનો પાર રહ્યો નહોતો. તેમણે કહ્યું કે આજના યુગમાં અબુ જેવા ઇમાનદાર માણસો મળવા મુશ્કેલ છે. શિક્ષકે ઇનામ પેટે અબુને 10,000 રૂપિયા આપ્યા હતા અને બશીરબાટ પોલીસના ઇન્ચાર્જ સુરિન્દર સિંહે પણ અબુને બોલાવીને  સન્માન કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp