ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, જૈશના 5 આતંકવાદી પકડાયા

PC: bitcoin.com

26 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં મોટી આતંકવાદી ઘટના કરવાનું કાવતરુ રચી રહેલા જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે એક મોટી કાર્યવાહીમાં આ આતંકવાદીઓની ધરપકડ શ્રીનગરના હજરતબલ વિસ્તારમાંથી કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને શસ્ત્રો પ્રાપ્ત થયા છે.

જાણકારી અનુસાર, જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓના મોટા કાવતરાનો ભાંડો ફોડીને તેમની ધરપકડ કરી લીધી છે. આ પકડાયેલા આતંકવાદીઓ 26 જાન્યુઆરીના રોજ ફિદાયીન કે IED બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન પ્રાપ્ત કર્યો છે.

ગ્રેનેડ એટેકની ઘટનામાં સામેલ હતાઃ

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ દરેક લોકો ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હતા. પકડાયેલા આતંકવાદીઓ ઘાટીમાં થયેલા 2 ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતા. તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની પાસેથી અમુક મહત્ત્વની જાણકારીઓ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp