મગાવી 1 લાખની સોનીની ટીવી, ડિલિવર થઈ થૉમસન ટીવી, ફ્લિપકાર્ટે આ જવાબ આપ્યો

PC: twitter.com/thetrueindian

હવે તો લોકો ફૂડ, કપડાં, ટીવી મોબાઈલ સહિત ઘણી બધુ વસ્તુની ખરીદી ઓનલાઇન પર કરતા હોય છે, પરંતુ ઓનલાઇન ખરીદીમાં કેટલીક વખત એવું થાય છે કે મગાવ્યું કંઈક બીજું હોય છે અને આવી કંઈક બીજું જાય છે. ઓનલાઇન શોપિંગમાં ગરબડી અને ખોટા પ્લેસમેન્ટ ખૂબ સામાન્ય વાત છે. એવી જ એક નવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન સોનીની ટીવી મગાવી હતી, પરંતુ તેની પાસે સોનીની જગ્યાએ કોઈ બીજા બ્રાન્ડની ટીવી મોકલી દેવામાં આવી.

આ વાતની જાણકારી તેને ત્યારે મળી, જ્યારે ટીવી લગાવવા માટે કંપનીથી છોકરો તેના ઘરે આવ્યો. જ્યારે એ વ્યક્તિએ ટીવીવાળું બોક્સ ખોલ્યું તો તે સુન્ન રહી ગયો. ડબ્બાની અંદર ટીવી તો હતો, પરંતુ એ સોનીની નહોતી, પરંતુ થૉમસન કંપનીની હતી. તેણે 1 લાખ રૂપિયાની કિંમતવાળી સોની ટીવી ઓર્ડર કરી હતી, પરંતુ તેને સસ્તી ટીવી મોકલી આપવામાં આવી હતી. આર્યન નામના વ્યક્તિએ આ વાતની જાણકારી ટ્વીટર પર શેર કરી છે.

તેણે જણાવ્યું કે, તે સોનીની ટીવી ખરીદવા માટે ફ્લિપકાર્ટ ‘બિગ બિલિયન ડેઝ’ સેલની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, જેથી તે હાલમાં ભારતમાં ચાલી રહેલા ICC વન-ડે વર્લ્ડ કપને મોટી સ્ક્રીન પર જોઈ શકે. પરંતુ બોક્સની અંદર ઓછી કિંમતવાળી ટીવી જોઈને તે હેરાન રહી ગયો. આર્યને જણાવ્યું કે, ‘મેં 7 ઓક્ટોબરના રોજ ફ્લિપકાર્ટથી સોની ટીવી ખરીદી હતી, 10 ઓક્ટોબરે ડિલિવરી થઈ અને 11 ઓક્ટોબરના રોજ સોની ઇન્સ્ટોલેશનવાળો આવ્યો, તેણે પોતે જ ટીવી અનબૉક્સ કરી અને અમે અંદર એક થૉમસન ટીવી જોઈને ચોંકી ગયા.

સોનીના બોક્સમાં સ્ટેન્ડ, રિમોટ જેવો કોઈ સામાન ન નીકળ્યો. તેણે અનબૉક્સિંગની તસવીરો પણ શેર કરી, જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેણે તાત્કાલિક ફ્લિપકાર્ટના ગ્રાહક સેવા સાથે સંપર્ક કર્યો અને પોતાનું ઇશ્યૂ બતાવ્યું. ફરિયાદ કર્યાના 2 અઠવાડિયા બાદ પણ તેની સમસ્યાનું કોઈ સમાધાન ન થયું. આર્યને કહ્યું, મેં આ મુદ્દાને તરત ફ્લિપકાર્ટ ગ્રાહક સેવા સાથે ઉઠાવ્યો અને તેમણે મને ટીવીની તસવીર અપલોડ કરવા કહ્યું. મેં નિર્દેશાનુસર તસવીરો અપલોડ કરી છે. છતા તેમણે મને બે કે ત્રણ વખત તસવીરો અપલોડ કરવા કહ્યું અને મેં તેમના કહ્યા મુજબ તસવીરો અપલોડ કરી દીધી છે. ઘણી વખત ફોટો અપલોડ કર્યા બાદ પણ કંપની તરફથી કોઈ કાર્યવાહી ન થઈ.

આર્યને કહ્યું કે, ફ્લિપકાર્ટે આ મુદ્દાના સમાધાન માટે પહેલા 25 ઓક્ટોબરની તારીખ આપી હતી, પરંતુ 20 તારીખે તેમને આ ઇશ્યૂને સોલ્વ કરવા જેવું દેખાડ્યું અને પછી 1 તારીખે 1 નવેમ્બર સુધી વધારી દીધી. આજે પણ એ દેખાડવામાં આવ્યું કે તેમનું સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. હવે કંપની ન તો ટીવી રિટર્ન કરી રહી છે અને ન તો તેનું સમાધાન કરી રહી છે. સખત ટ્વીટ વાયરલ થયા બાદ ફ્લિપકાર્ટે પ્રતિક્રિયા આપતા દુઃખ વ્યક્ત કર્યું અને ફરીથી ઓર્ડરની જાણકારી શેર કરવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp