મંત્રીએ ઉદ્ઘાટન કર્યુંને 24 કલાકમાં સમુદ્રમાં બનેલો હતો ફ્લોટિંગ બ્રિજ ગાયબ

PC: msn.com

વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર રવિવારે સત્તાધારી પાર્ટી YSR કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ વાઈ.બી. સુબ્બા રેડ્ડી ફ્લોટિંગ બ્રિજનું ઉદ્વઘાટન કર્યું હતું, પરંતુ આગામી દિવસે જ્યારે પર્યટક ત્યાં પહોંચ્યા તો તેનો એક હિસ્સો સમુદ્રમાં ખૂબ દૂર તરતો નજરે પડ્યો એટલે કે ખૂબ ધામધૂમથી શરૂ કરવામાં આવેલો ફ્લોટિંગ બ્રિજ 24 કલાકની અંદર જ તૂટીને વહી ગયો. સૌભાગ્યથી એ સમયે ત્યાં કોઈ નહોતું અને અકસ્માત ટળી ગયો. પુલ તૂટવાથી આર.કે. બીચની સુંદરતા જોવા આવેલા પર્યટકોમાં ડરનો માહોલ બની ગયો.

આર.કે. બીચ પર કુરસુરા સબમરીન મ્યૂઝિક પાસે બનેલા આ ફ્લોટિંગ બ્રિજનું રવિવારે મંત્રી ગુડિવાડા અમરનાથ અને YCPના રાજ્યસભાના સાંસદ વાય.બી. સુબ્બારેડ્ડીએ સંયુક્ત રૂપે ઉદ્વઘાટન કર્યું હતું. આ ફ્લોટિંગ બ્રિજને લગભગ 60 લાખ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યો છે. વિશાખા મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ ફ્લોટિંગ બ્રિજના નિર્માણનું કાર્ય કર્યું છે. આ કામ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ કર્યું હતુ અને ચૂંટણીને જોતા તેજીથી પૂરુ કરવામાં આવ્યુ. જો કે, ઉદ્વઘાટનના બીજા જ દિવસે ફ્લોટિંગ બ્રિજ તૂટી ગયો અને તેની નિંદાઓ થવા લાગી. આર.કે. બીચ આવેલા પર્યટક પણ નારાજ નજરે પડ્યા.

બીજી તરફ કેટલાક વિશેષજ્ઞોએ ફ્લોટિંગ બ્રિજન નિર્માણ પર આપત્તિ દર્શાવી છે. શંકા અને ચિંતા વ્યક્ત કરી છે. આર.કે. બીચ પર ઊંચી ઊંચી લહેરો આવે છે અને તરતો પુલ ભીષણ અકસ્માતનું કારણ બની શકે છે, પરંતુ તેની લૉન્ચિંગના બીજા જ દિવસે એવું થઈ જશે તેનો કોઈને અંદાજો નહોતો. આ સંદર્ભમાં નિંદા થઈ રહી છે કે ઉતાવળમાં સ્થાપિત કરવાની ઇચ્છાને છોડીને સુરક્ષા પહેલુઓ પર ધ્યાન આપવામાં ન આવ્યું. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, પુલનો T પોઈન્ટ બ્રિજથી અલગ થઈ ગયો છે, તેને સારો કરવામાં આવશે.

100 મીટરનો પુલ પર્યટકોને સમુદ્રમાં ઉતરવા અને સમુદ્ર કિનારે મનમોહક નજારા માટે ખોલવામાં આવ્યો હતો. રાજ્યના વિપક્ષી નેતા એન. ચંદ્રબાબુ નાયડુએ લોકોના જીવને જોખમમાં નાખવા માટે સરકારની નિંદા કરી છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખે X પોસ્ટમાં કહ્યું કે, જગન રેડ્ડીના બધા વિકાસ ઉપક્રમોની જેમ આ પણ તેમના ભ્રષ્ટાચારનો ભાર સહન ન કરી શક્યો અને બરબાદ થઈ ગયો. ઉદ્વઘાટનના થોડા જ કલાકો બાદ આ તરતો પુલ, જેને YRSCP સરકાર સાર્વજનિક ઉપયોગ માટે ઉપયોગી માની રહી હતી, ધ્વસ્ત થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp