સિક્કિમમાં વાદળ ફાટતા પૂર, સેનાના 23 જવાનો તણાયા, શોધખોળ ચાલુ

PC: navjivanindia.com

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ફ્લેશ પૂરે ભારે વિનાશ સર્જ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નોર્થ સિક્કિમમાં લ્હોનક ઝીલની ઉપર અચાનક વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં પૂર આવી ગયું. ત્યાર પછી એક ડેમનું પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું. ત્યાર પછી ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું. ઘણાં પૂલો વહી ગયા અને રસ્તાઓ તૂટી ગયા. જેને કારણે ઘણાં સૈન્ય બેઝ પણ તેના સકંજામાં આવી ગયા. સેનાના 23 જવાનો પણ ગુમ થવાની ખબર સામે આવી છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ થઇ ગયું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પૂર પછી ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચલા વિસ્તારોમાં પણ 15-20 ફૂટ પાણીનું જળસ્તર વધી ગયું. તેને લીધે સિંગતમની પાસે બારદાંગની પાસે ઊભા સેનાના વાહનો ડૂબી ગયા. આ ઉપરાંત 23 સૈન્ય જવાનો પણ ગુમ થવાની ખબર છે. સિક્કિમનાં ઘણાં વિસ્તારોમાં ઓરેંજ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.

સિક્કિમમાં તીસ્તા નદીનું જળ સ્તર વધવાને કારણે હાઈ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. તીસ્તા નદીમાં આવેલા પૂરને કારણે સિક્કિમમાં સિંગથમ ફૂટબ્રિજ પણ તૂટી પડ્યો. જલપાઈગુડી પ્રશાસને તીસ્તા નદીના નીચલા વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. સૌ કોઈને એલર્ટ રહેવા અને નદીના કિનારા પાસે ન જવાની સલાહ આપી છે.

બંગાળને સિક્કિમથી જોડનારો નેશનલ હાઈવે 10નો અમુક ભાગ સંપૂર્ણ રીતે પૂરના પાણીમાં વહી ગયો. આ ઉપરાંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ પૂરથી પ્રભાવિત વિસ્તારોને જોવા નીકળ્યા છે.

ગેંગટોકથી લગભગ 90 કિમી ઉત્તરમાં તીસ્તા ડેમની પાસે ચુંગથાંગ શહેરના નિવાસીઓને પણ બચાવવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલય અનુસાર, નોર્થ સિક્કિમમાં સિંગતમને ચુંગથાંગથી જોડનારો ડિકચૂ અને ટૂંદ ગામોમાં બે પુલ પણ ક્ષતિગ્રસ્ત થયા છે. બીઆરઓ વિસ્તારોમાં સ્થાનીય લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp