બહેનને સાસરે મૂકવા ગયેલા ભાઈને નણંદ સાથે જબરદસ્તીથી પરણાવી દીધો

PC: stories.qwertythoughts.com

બિહારમાં પકડૌઆ લગ્ન વિશે તો સાંભળ્યું હશે. પણ બિહારના સમસ્તીપુરના સદર અનુમંડળ વિસ્તારમાં મોરવામાં એક અનોખી કહી શકાય એવી ઘટના બની હતી. જેમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. વરરાજા જેવો બનેલો વ્યક્તિ પોતાની બહેનને સાસરે મૂકવા માટે ગયો હતો. આ દરમિયાન બહેનની નણંદના લગ્નને લઈને વર્ષોથી ચિંતામાં રહેલા પરિવારજનોને બીજો કોઈ રસ્તો દેખાયો ન હતો.

અન્ય જગ્યા જ્યાં સગપણની વાત થતી હતી ત્યાં પણ મોટી રકમનો કરિયાવર માંગવામાં આવતો હતો. પણ બહેનને મૂકવા ગયેલા ભાઈને સાસરિયવાળાએ પકડી લીધો હતો. પછી જબરદસ્તીથી મંદિરમાં લઈ ગયા અને બહેનની નણંદ સાથે લગ્ન કરાવી દીધા હતા. દલસિંહ સરાયના સાઠાનો રહેવાસી યુવક વિનોદ કુમાર પોતાની બહેનને સાસરે મૂકવા માટે ગયો હતો. આ દરમિયાન સાસરિયા વાળાએ એમને પકડી લીધો અને મોડવા ખુદનેશ્વર મંદિરમાં લઈ ગયા હતા. જ્યાં યુવક કંઈ સમજે એ પહેલા જ એને સાફો પહેરાવી લગ્ન મંડપમાં બેસાડી દેવામાં આવ્યો હતો. નણંદને પણ દુલ્હનના ડ્રેસમાં એની બાજુમાં બેસાડી દેવામાં આવી હતી. પછી પરાણે માળા પહેરાવી દેવાઈ અને નણંદનો સેથો એના હાથે પૂરાવી દેવામાં આવ્યો. પણ યુવકે આ લગ્નની ના પાડી દીધી હતી. વિનોદ કુમારે એવું કહ્યું કે, જબરદસ્તી કરીને લગ્ન કરાવી દેવાયા છે. મેં મારા મનથી લગ્ન કર્યા નથી. એના લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં યુવકનો પરાણે હાથ પકડીના હાર પહેરાવાઈ રહ્યો છે.

બીજી બાજુ યુવતી પણ મૌન બનીને શાંતિથી ઊભી છે. યુવકે કહ્યું હતું કે, તે પોતાની મરજીથી લગ્ન કરશે. તે આ લગ્નનો સ્વીકાર નહીં કરે.બીજી બાજુ બહેનના સાસરિયાવાળાએ કહ્યું કે, છોકરો બધુ છુપાવી રહ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, જ્યારે પણ યુવક બહેન સાથે સાસરિયામાં આવતો ત્યારે નણંદ અને આ યુવક ચોરીછુપીથી મળતા હતા. બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે.

એટલા માટે પરિવારજનોએ બંનેના લગ્ન કરાવી નાંખ્યા હતા. હાલ તો યુવક દુલ્હનનો મૂકીને એના ગામ પરત ફર્યો છે. જ્યારે યુવતી એના પરિવારમાં છે. આ ઘટના બાદ બંનેના પરિવારજનો વચ્ચે સમધાનની વાત ચાલી રહી છે. જ્યારે યુવક આ રીતે થયેલા લગ્નથી ખુશ નથી. હવે બંને પરિવાર ભેગા થઈને આ મુદ્દો ઉકેલવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp