ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વગર પકડાયા BJP નેતા,TTને કહે-કોઈને બોલાવી લો હું..

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પોતાના સહયોગી સાથે ટ્રેનમાં ટિકિટ વિના યાત્રા કરતા પકડાઈ ગયા. તેઓ પૂર્વમાં ભાજપથી બક્સર જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાજપના નેતા અધ્યક્ષ રાણા પ્રતાપ સિંહને ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ટિકિટ વિના મુસાફરી કરતા ટિકિટ ચેકિંગ સ્ટાફે પકડ્યા. ત્યારબાદ TT અને ભાજપના નેતા વચ્ચે વિવાદ થઈ ગયો. બંને વચ્ચે બહેસનો વીડિયો તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના 11 ઓક્ટોબરના રોજ જિયારત એક્સપ્રેસ (12395)માં થઈ.
પ્રથમ શ્રેણીના ડબ્બામાં ભાજપ નેતા રાણા સિંહ પોતાના સહયોગી સાથે બક્સર જવા માટે બેઠા. ટ્રેને જેવી જ બિહટા ક્રોસ કર્યું તો ટિકિટ ચેકિંગ સ્ટાફ પંકજ કુમાર કેબિન ટિકિટ ચેકિંગ માટે પહોંચ્યો. તેમણે રાણા સિંહ અને તેમના સહયોગી પાસેથી ટિકિટ માગી, પરંતુ ભાજપ નેતા પોતાની અને સહયોગી સ્ટાફની ટિકિટ ન દેખાડી શક્યા. આ વાત પર ચેકિંગ સ્ટાફની ભાજપ નેતા સાથે બહેસ થઈ ગઈ. ભાજપ નેતા પોતાની ભૂલ માનવાની જગ્યાએ TT પર હાવી થવા લાગ્યા. TTએ તેનો વીડિયો બનાવ્યા.
Former Buxar BJP president Rana Pratap Singh was traveling in the train without a ticket.
— Md Uzair khan محمد عزير خان (@ImMUK00) October 14, 2023
After which when TTE asked him for the ticket, he started teaching him the way, now it is too much. They started intimidating and teaching the law, traveling without a ticket is a crime, pic.twitter.com/HKKQ94kTPP
વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે રાણા સિંહ TT પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તો TTનું કહેવું છે કે રાણા સિંહે તેમની સાથે ધક્કા-મુક્કી કરી. રાણા સિંહ પોતાની ભૂલ માનવાની જગ્યાએ TTને કહે છે કે કોઈને બોલાવી લાવો, હું ટ્રેનમાં જ બેઠો છું, નીચે નહીં ઊતરું. આ મામલે બક્સર RPFથી પ્રભારી દીપકે જણાવ્યું કે, જિયારત એક્સપ્રેસના કોચિંગ સ્ટાફના કોલ પર બે લોકોને બક્સર RPF લાવવામાં આવ્યા. બંનેનું 4,750 રૂપિયાનું ચલણ ફાડવામાં આવ્યું છે. ત્યારબાદ બંને ઘરે જતા રહ્યા.
ભાજપના નેતા રાણા પ્રતાપ સિંહે કહ્યું કે, ઘટના 11 તારીખની છે. જિયારત એક્સપ્રેસમાં બિહટા પાસે ચેકિંગ સ્ટાફ અમારા લોકો સાથે એ વતાને લઈને ઉલઝી ગયા કે તમે લોકો કેવી રીતે ટિકિટ વિના ચાંદી ગયા. એવામાં મેં જણાવ્યું કે, હું તાવથી પીડિત હતો અને સારવાર કરાવીને ઘરે જઈ રહ્યો છું. જો કે, આ ટ્રેનમાં પટના બક્સર વચ્ચે કોઈ ટિકિટ બનતી નથી એટલે અમે લોકો એવી જ રીતે (ટિકિટ વિના) સવાર થઈ ગયા હતા. વિવાદ ટ્રેનના સ્ટાફ દ્વારા વધારવામાં આવ્યો.
જ્યારે તેમના દ્વારા વડાપ્રધાન પર ટિપ્પણી કરવામાં આવી. જો કે, મેં ટિકિટ બનાવડાવી અને બક્સરમાં ઉતરી ગઈ. આ કોઈ મુદ્દો નથી. આ મામલે રાજનીતિ થઈ રહી છે. વિવાદ વધારે વધારવામાં આવી રહ્યો છે. હું આ સંબંધમાં કાયદાકીય સલાહ લઇશ. તો TT પંકજ કુમારનું કહેવું છે કે ભાજપ નેતા અને તેમના સહયોગી મારી સાથે ઝઘડી પડ્યા અને ધમકી પણ આપી. હું તો વિવાદ ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp