પૂર્વ CM અશોક ગેહલોતે જણાવ્યું રાજસ્થાનમાં કોંગ્રેસની હારનું કારણ
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને હરાવીને રાજસ્થાનમાં પોતાની સરકાર બનાવી લીધી છે. ચૂંટણીના રિઝલ્ટ પહેલા એવી ચર્ચા હતી કે, આ વખતે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાવવાની પ્રથા તૂટશે અને કોંગ્રેસ ફરીએકવાર સરકાર બનાવશે, પરંતુ આ વાત ખોટી સાબિત થઈ હતી અને રાજસ્થાનની જનતાએ પરંપરાને જાળવતા ભાજપને આ વખતો મોકો આપ્યો હતો, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસને હવે એ કારણોની ચર્ચા કરવાની છે, જેને કારણે તેઓ પ્રથા તોડવામાં નિષ્ફળ રહ્યા છે. આ અંગે રાજ્યના પૂર્વ CM અશોક ગેહલોતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસના હારનું કારણ પણ જણાવ્યું હતું.
મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ CM અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદી, અમિત શાહ અને ભાજપના 5 મુખ્યમંત્રીઓએ ધ્રુવીકરણ કર્યું હતું. ભાજપે વર્ષ 2023નું સૌથી મોટું જૂઠ્ઠાણું બોલતા પ્રચાર કર્યો હતો કે, ઉદયપુરની ઘટનામાં પીડિતોને 5 લાખ રૂપિયા આપ્યા જ્યારે જયપુરની ઈકબાલની ઘટનામાં પીડિતોને 50 લાખ રૂપિયા આપ્યા. ચૂંટણી જીતવા આવેલા મોટા-મોટા નેતાઓ ખોટું બોલવા લાગે તો પછી દેશનું શું થવાનું. ભાજપે ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમની વાત કરી, જેનાથી જનતા ગેરમાર્ગે દોરાય.
વધુમાં ગેહલોતે જણાવ્યું હતું કે, કરણપુરથી ભાજપના ઉમેદવારને મંત્રી બનાવીને યોગ્ય નથી કરવામાં આવ્યું, જ્યારે આચાર સંહિતા લાગે છે તો મંત્રીને મળનારી સુવિધા પણ હટાવી લેવામાં આવે છે, પરંતુ તમે એક ઉમેદવારને ડાયરેક્ટ મંત્રી બનાવી દો છો, જે નૈતિકતાની નજરે યોગ્ય નથી, પરંતુ હું આશા રાખું છું કે, અમને વધુ વોટ મળશે.
તેમણે ઈન્ડિયા ગઠબંધનને લઈને પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બહુ આરામથી સહયોગી પાર્ટીઓ સાથે સીટ શેરિંગના મુદ્દે વાત શરૂ થવાની છે. 7 જાન્યુઆરીથી અમે વાતો કરવાનું શરૂ કરવા લાગી જઈશું અને આશા કરીએ છીએ કે તમામ પાર્ટી સાથે સીટ શેરિંગનું કામ સરળતાથી કરી લઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp