પૂર્વ MLA ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા, કોંગ્રેસને આપી દીધી બદદુઆ, જાણો કારણ
બુધવારે મોડી રાત સુધીમાં રાજ્યની બચેલી વિધાનસભા વિસ્તારો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સૌથી વધુ ચોંકાવનારી સીટ તિગાંવ રહી. જ્યાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત નાગરની ટિકિટ કાપી દેવામાં આવી અને અહીથી વરિષ્ઠ નેતા યશપાલ નાગરના પુત્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ટિકિટ કપાયા બાદ લલીત નાગરે પોતાની પાર્ટી પર પ્રહાર કર્યા. તિગાંવ સીટ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત નાગરની ટિકિટ કપાયા બાદ રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. લલીત નાગરે ગુરુવારે કહ્યું કે, મારી રાજકીય હત્યા થઈ છે. બુધવારે રાત્રે પાર્ટીએ મારી સાથે છળ કર્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સંકટમાં હતી, ત્યારે પણ મેં જ પાર્ટીનો ઝંડો બુલંદ કરી રાખ્યો. 15 વર્ષથી પાર્ટીને ઉપર લાવવા માટે તિગાંવ ક્ષેત્રની જનતાના ઘરે ઘર જઈને મહેનત કરી. તિગાંવની જનતા કોંગ્રેસને માફ નહીં કરે. ક્ષેત્રની જનતા મારી સાથે છે અને હું અપક્ષ ચૂંટણી મેદાનમાં ઊતરીશ. ઉલ્લેખનીય છે કે લલીત નાગરે તિગાંવ સીટ પરથી વર્ષ 2014માં ચૂંટણી જીતી હતી અને ભાજપના રાજેશ નાગરને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 2019માં પણ તેમણે ટિકિટ મેળવીને ચૂંટણી લડી હતી, પરંતુ ત્યારે તેની વિરુદ્ધ ભાજપના રાજેશ નાગરે તેમને 33841 વૉટના અંતરથી ચૂંટણી હરાવી દીધા હતા.
फरीदाबाद की तिगांव से कांग्रेस के पूर्व विधायक ललित नागर का टिकट कटने के बाद रो-रो कर बुरा हाल। देखें VIDEO#haryanaelection2024#lalitnagar pic.twitter.com/a1EDrfoYm1
— मोनू कुमार (@monu_kumar22) September 12, 2024
હવે ફરી એક વખત લલીત નાગર ટિકિટના પ્રબળ દાવેદાર હતા, પરંતુ તિગાંવ સીટની ટિકિટ અભૂતપૂર્વ રૂપે નામાંકન દાખલ કરવાના છેલ્લા દિવસની અગાઉની રાત સુધી હોલ્ડ કરી રાખવાથી દરેક આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યું હતું. લલીત નાગર રાહુલ ગાંધીના પરિવારની ખૂબ નજીકના છે અને તેમના ભાઈ મહેશ નાગર ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાના ખૂબ નજીકના છે. વિભિન્ન અવસરો પર લલીત નાગર અને મહેશ નાગરના નિવાસ્થને ઘણી વખત EDની તપાસ થઈ ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp