4 કંપની, 1 કર્મચારી અને 2100 કરોડની લોન, CBIએ કર્યો કૌભાંડનો ખુલાસો

PC: aajtak.in

તપાસ એજન્સી CBI એ કાનપુરમાં અન્ય એક મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. રોટોમૈક કંપનીએ ચાર કંપનીઓ સાથે 26,000 કરોડનો વ્યાપાર કર્યો અને ખાસ વાત આ હતી કે, આ ચારેય કંપનીઓનું એડ્રેસ એક જ છે અને કર્મચારી પણ એક જ છે. CBI હવે આ વાતની તપાસ કરી રહી છે કે, કેવી રીતે એક કર્મચારી ધરાવતી કંપનીઓ સાથે વ્યાપારના આધાર પર રોટોમૈકને 2100 કરોડની લોન આપી છે.

આ ખુલાસા બાદ CBI પણ હેરાન થઈ ગઈ છે. તપાસમાં જાણ થઇ કે, રોટોમૈકે માત્ર ચાર કંપનીઓની સાથે 26,143 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ કંપનીઓનું એડ્રેસ પણ એક છે, જે 1500 વર્ગ ફૂટનો હોલ છે. આશ્ચર્યની વાત આ છે કે, આ ચારેય કંપનીઓમાં તે જ કર્મચારી છે, જે કંપનીનો CEO પણ છે. આ કંપનીઓની સાથે રહેલા અબજો રૂપિયાના બિઝનેસના આધારે બેંકોએ રોટોમૈકને 2100 કરોડ રૂપિયાની લોન પણ આપી હતી.

CBI એ આરોપ લગાવ્યો છે કે, વિક્રમ કોઠારી (મૃત્યુ થઈ ચૂકી છે) અને રાહુલ કોઠારીએ અન્ય લોકોની સાથે પોતાની બેલેન્સશીટની સાથે મળીને બેંક સાથે છેતરપિંડી કરી અને તેમને અપ્રામાણિક રીતે લોન લીધી. પંજાબ નેશનલ બેંકની ફરિયાદ પર CBI એ રોટોમૈક ગ્લોબલના નિદેશક રાહુલ કોઠારી, સાધના કોઠારી અને અજાણ અધિકારીઓના વિરુદ્ધ 93 કરોડ રૂપિયાની છેતરપિંડીનો નવો મામલો નોંધાવ્યો છે.

CBI અનુસાર, રોટોમૈક ગ્રુપની સાથે બિઝનેસ કરતી ચાર કંપનીઓના CEO રાજીવ કામદારના ભાઈ પ્રેમલ પ્રફુલ કામદારના સ્વામિત્વમાં છે. રોટોમૈકે આ ચાર કંપનીઓને કાગળમાં ઉત્પાદનોનું નિકાસ કર્યું, આ તમામ કંપનીઓ બંજ ગ્રુપથી રોટોમૈકનું સામાન વેચી રહી હતી. એટલે કે, જે કંપનીએ સામાન બનાવ્યું છે, તે તેનો માલ ખરીદી રહી હતી.

આ ચાર કંપનીઓના નામ છે – મૈગ્નમ મલ્ટી-ટ્રેડ, ટ્રાયમ્ફ ઇન્ટરનેશનલ, પૈસિફિક યૂનીવર્સલ  જનરલ ટ્રેડિંગ અને પૈસિફિક ગ્લોબલ રિસોર્સેજ પ્રાઈવેટ લિમિટેડ. ખાસ વાત છે કે, 26,000 કરોડનું બિઝનેસ કરતી કંપનીઓનું 1500 વર્ગ ફૂટમાં એક જ અને સિંગલ ઓફીસ હતી. PNB ની ફરિયાદ પર મંગળવારે નવી FIR નોંધવામાં આવી છે, માત્ર સામાન બનાવતી કંપની જ પોતાનું સામાન ખરીદી કરવામાં લાગેલી હતી.

એક કર્મચારીએ આટલા મોટા બિઝનેસને કેવી રીતે સંભાળ્યું?

CBI ના તપાસમાં સામે આવ્યું કે, 26,000 કરોડનો બિઝનેસ બતાવતી ચાર કંપનીઓમાં એક જ કર્મચારી હતો, જેનું નામ પ્રેમલ પ્રફૂલ્લ કામદાર હતું. 1500 વર્ગ ફૂટના એક રૂમમાં બેસીને તે પોર્ટથી લઈને લોડીંગ, અનલોડીંગ સુધી બધું કામ કરી રહ્યો હતો. CBI એ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, બેંકોએ આવી કંપનીના બિઝનેસના આધાર પર 2100 કરોડ રૂપિયાની લોન કેવી રીતે આપી દીધી. આ જ કારણ છે કે, બેંક અધિકારીઓ પર પણ શંકા છે.

અધિકારીઓએ કહ્યું કે, રોટેમૈક સમૂહની કંપનીઓ પહેલાથી જ 7 બેંકોના એક સંઘ પાસેથી 3,695 કરોડ રૂપિયા અને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 806.75 કરોડ રૂપિયાની લોન કૌભાંડમાં તપાસનો સામનો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp