પૂંછ-જમ્મુ હાઇવે પર સેનાની ગાડીમાં લાગી આગ, અકસ્માતમાં 4 જવાન શહીદ

PC: twitter.com

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે મોટો અકસ્માત થઇ ગયો છે. અહીં પૂંછ-જમ્મુ હાઇવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 4 જવાનો શહીદ થવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માત ભાટાદૂડીયા વિસ્તારમાં થયો છે. જાણકારી મળતા જ આર્મીના ઉચ્ચ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, વીજળી પડવાના કારણે આ આગ લાગી શકે છે. જો કે, સાચી જાણકારી તપાસ બાદ જ સામે આવી શકશે.

સત્તાવાર અધિકારીઓની જાણકારી મુજબ, ટ્રકમાં 10-12 જવાન સવાર હતા. અવકાશીય વીજળી પડ્યા બાદ ટ્રકમાં આગ લાગી ગઈ અને તેમાં બેઠા જવાન દાઝી ગયા. ઇજાગ્રસ્ત જવાનોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જાણકારી મુજબ, સેનાની આ ગાડીમાં હથિયારો સિવાય ડીઝલ પણ ઉપસ્થિત હતું, આ કારણે આગ હજુ ભડકી ગઈ. જે સમયે આ અકસ્માત થયો, ત્યારે એ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો, એ છતા ટ્રકની આગ પર નિયંત્રણ મેળવી ન શકાયું.

હાલમાં અકસ્માતમાં શહીદ થયેલા જવાનીની સંખ્યાને લઈને આર્મી તરફથી કોઈ સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સેનાના વાહનમાં આગ લાગેલી નજરે પડી રહી છે. તો આસપાસના લોકો આગ જોઈને ઘટનાસ્થળ પર પહોંચતા નજરે પડી રહ્યા છે. એક અન્ય રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, વાહનમાં કેટલોક સામાન હતો અને કોઈક કારણે ટ્રકમાં આગ લાગી ગઈ અને એ વધતી ગઈ.

અકસ્માતના સમયે વાહનમાં ઉપસ્થિત જવાન તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ સેનાએ લોકોને આ અકસ્માત સાથે જોડાયેલા ફોટો અને વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર ઉચ્ચ અધિકારી પહોંચી ગયા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp