મુસ્લિમો 4 પત્નીઓ રાખી શકે પરંતુ દરેક સાથે...હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

PC: hindi.opindia.com

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે ભલે ઈસ્લામિક કાયદા મુસ્લિમ પુરુષને ચાર લગ્ન કરવાની છૂટ આપે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે તેની પત્નીઓ સાથે અસમાન વર્તન કરવું જોઈએ. તેને સમાન અધિકાર આપવા પડશે અને દરેક સાથે સારો વ્યવહાર કરવો પડશે. જો પતિ આવું ન કરે તો તે ક્રૂરતા ગણાશે. કોર્ટે પોતાના નિર્ણયમાં સમાન વ્યવહાર પર ભાર મૂક્યો છે.

જસ્ટિસ RMT ટીકા રમન અને PB બાલાજીની બેન્ચે ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે, પતિ અને તેના પરિવારના અન્ય સભ્યોએ પ્રથમ પત્ની સાથે ગેરવર્તન કર્યું અને તેને હેરાન કરી. મદ્રાસ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પીડિત મહિલાના આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે લગ્ન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કોર્ટમાં મહિલાએ તેના પતિ, સાસુ અને નણંદ પર આરોપ લગાવ્યા હતા.

મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિએ બીજા લગ્ન કર્યા છે અને તે તેની સાથે જ રહે છે. તેના પતિનું તેના પ્રત્યેનું વર્તન ખોટું હતું અને તેને ગર્ભાવસ્થા દરમિયાન હેરાન કરવામાં આવતી હતી. મહિલાએ કહ્યું કે, ઇસ્લામિક કાયદો પતિને એક કરતાં વધુ લગ્ન કરવાની છૂટ તો આપે છે, પરંતુ પતિએ તેની તમામ પત્નીઓ સાથે સમાન વર્તન કરવું જોઈએ. તેણે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે હું ગર્ભવતી હતી અને મને આધારની જરૂર હતી ત્યારે મારા પતિ અને તેની માતા અને પતિની બહેને મારી સાથે ગેરવર્તન કર્યું હતું અને મને હેરાન કરી હતી.

મહિલાએ કહ્યું કે, મને એલર્જીની સમસ્યા છે અને આ જાણવા છતાં મને તે જ ખોરાક આપવામાં આવ્યો હતો, જેનાથી મને એલર્જી થાય; જેના કારણે ગર્ભપાત થયો હતો. મારા પતિ હંમેશા કહેતા કે, મારા દ્વારા રાંધવામાં આવેલું ભોજન ખરાબ છે અને અન્ય મહિલાઓના વખાણ કરતા રહે છે. સાસરિયાંમાં રહેવું ખૂબ જ પીડાદાયક હતું અને ત્યાં મને હંમેશા હેરાન કરવામાં આવતી હતી. આવી સ્થિતિમાં તેને સાસરીનું ઘર છોડવું પડ્યું હતું.

અહીં મહિલાના પતિએ જણાવ્યું કે, તેના તમામ આરોપો ખોટા છે. પત્ની તેના પિયરના ઘરેથી પરત ફરવા માંગતી ન હતી અને જ્યારે તેને વારંવાર વિનંતી કરવા છતાં પણ પરત ન આવી ત્યારે તેણે બીજા લગ્ન કરવા પડ્યા. કોર્ટે કહ્યું કે દસ્તાવેજો અને પુરાવાઓને જોતાં એ સાબિત થઈ ગયું છે કે, પત્ની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પત્ની ભલે તેના પિયરના ઘરે હોય તો પણ, પતિએ તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp