ગજ, સિંહ, હનુમાન અને ગરુડ...અયોધ્યા રામ મંદિરના સિંહદ્વારની મૂર્તિઓ મન મોહી લેશે

PC: hindi.latestly.com

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણની યોજના પર સતત કામ ચાલી રહ્યું છે. રામ મંદિરની ભવ્ય તસવીરો લોકોને આકર્ષી રહી છે. જ્યારે, હવે તેની ભવ્યતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રામ મંદિર અયોધ્યાના સિંહદ્વારમાં ગજ, સિંહ, હનુમાન અને ગરુડની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓ રામ મંદિર આવતા ભક્તોને આકર્ષિત કરશે. જ્યારે, અયોધ્યાને શણગારવાની યોજના પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ગોરખપુર-લખનઉથી અયોધ્યામાં પ્રવેશતા ધર્મપથની બંને તરફ રામ કથાની વિવિધ ઘટનાઓને ચિત્રો અને ભીંતચિત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. અયોધ્યામાં પ્રવેશતાની સાથે જ લોકોને ધાર્મિક નગરીમાં પ્રવેશ કરતા હોય એવો અનુભવ થશે. રામપથ પર પણ આવી જ સજાવટ ચાલી રહી છે. DM નીતિશ કુમારે ગુરુવારે સરયુ આરતી સ્થળ (નયાઘાટ) ખાતે ચાલી રહેલા બ્યુટિફિકેશનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એક્ઝીક્યુટીંગ સંસ્થાને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. DMએ રામ કી પૈડી અને લક્ષ્મણઘાટ વચ્ચે ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ નિર્માણ પામનારા ભવ્ય મંદિરના ઉદ્ઘાટન પહેલા ચાર મૂર્તિઓની તસવીરો જાહેર કરી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય સિંહ દ્વારની પ્રથમ તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમાં ગજ, સિંહ, ગરુડ દેવ અને ભગવાન હનુમાનની મૂર્તિઓ દેખાય છે.

અયોધ્યા રામ મંદિરના સિંહદ્વારમાં રાજસ્થાનથી રેતીના પથ્થરમાંથી બનેલી મૂર્તિઓ મૂકવામાં આવી છે. જેમાં ભગવાન શ્રી રામ સાથે સંબંધિત પ્રતિમાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ મૂર્તિઓ બંશી પહારપુરના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવી છે.

શ્રી રામ મંદિરના સિંહદ્વારની સામે ગજની પ્રતિમા મૂકવામાં આવી છે. ગજ બળનું પ્રતિક છે. આ રીતે રામલલાના મંદિરમાંથી શક્તિનો સંચાર વહેતો બતાવવામાં આવી રહ્યો છે.

ભગવાન રામલલાના દરબારમાં આવતા ભક્તોનું સ્વાગત કરતા હનુમાનજી ખુદ જોવા મળશે. હનુમાનજીને ભગવાન રામના પ્રખર ભક્ત માનવામાં આવે છે.

રામલલા મંદિરના સિંહ દ્વાર પર ગરુડ  પણ સ્વાગત મુદ્રામાં જોવા મળે છે. ગરુડને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તે ભગવાન રામલલાના દરવાજે એક અલગ જ આભા ફેલાવતા જોવા મળશે.

ભગવાન શ્રી રામને શક્તિ અને શાસનનું પ્રતિક માનવામાં આવે છે. જેમ સિંહ જંગલ પર રાજ કરે છે. એ જ રીતે રામલલાથી મોટું બીજું કોઈ ન હોઈ શકે. આ સિંહની પ્રતિમા દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp