મહારાષ્ટ્રમાં રમાઈ રમત! આ સીટ પર BJPને હરાવવા DyCM અજિત-શરદ પવાર જૂથ મળી ગયા
બીડ લોકસભા ચૂંટણીમાં BJP સાથે રાજરમત રમાઈ ગઈ હોવાનું જોવા મળ્યું છે. અહીંથી NCP શરદ જૂથના સાંસદે DyCM અજીત જૂથના નેતાઓ સાથે મળીને મોટી રમત રમી છે. આવી સ્થિતિમાં પંકજાને ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં જીત-હારના ઉમેદવારોએ વિવિધ રહસ્યો ખોલવાનું શરૂ કરી દીધું છે. જેમાં બીડ સંસદીય બેઠકનું નામ મુખ્યત્વે લેવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં બીડ લોકસભાનું પરિણામ જાહેર થયું હતું. અહીંથી શરદ પવાર જૂથના નવા ચૂંટાયેલા સાંસદ બજરંગ સોનાવણેએ સનસનીખેજ દાવો કર્યો છે.
રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના સાંસદ બજરંગ સોનવણેએ કહ્યું છે કે, બીડ જિલ્લાના પાલક મંત્રી ધનંજય મુંડે અને ધારાસભ્ય સુરેશ દાસે તેમની જીતમાં ભૂમિકા ભજવી હતી. ધનંજય મુંડે NCP પ્રમુખ DyCM અજિત પવારની એકદમ નજીકના છે. આ નિવેદનના કારણે બીડના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોનાવણેએ કહ્યું કે, તેમની જીતનો શ્રેય બીડ જિલ્લાના લોકોને જાય છે. જો કે, હું બીડ જિલ્લાના બે લોકોનો વિશેષ આભાર માનું છું. મારી જીતમાં બીડ જિલ્લાના પાલક મંત્રી ધનંજય મુંડેનું પણ યોગદાન છે. બજરંગ સોનવણેએ કહ્યું છે કે, તેમને આદરણીય સુરેશ ધાસનો પણ મોટો ટેકો મળ્યો છે.
પંકજા મુંડે બીડથી BJPના ઉમેદવાર હતા. તે દિવંગત કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના પુત્રી છે. છેલ્લી 2019ની ચૂંટણીમાં તેમની બહેન પ્રીતમ મુંડે અહીંથી ચૂંટણી જીતી હતી. આ ચૂંટણીમાં તેમને આશા હતી કે, ગઠબંધનમાં હોવાને કારણે તેમને તેમના પિતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેનું સમર્થન મળશે.
NCPમાં વિભાજન થયા પછી બજરંગ સોનાવણેએ DyCM અજિત પવારના જૂથને સમર્થન આપ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા તેઓ DyCM અજિત પવાર જૂથમાં હતા. પરંતુ ચૂંટણીની જાહેરાત થતાં જ તેઓ શરદ પવાર સાથે આવી ગયા હતા. DyCM અજિત પવારે બીડની સભામાં તેમની આકરી ટીકા કરી હતી. બીડની લડાઈ એકતરફી હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેમણે બજરંગ સોનવણેને ખોટો ગણાવ્યો હતો. બહુ ઓછો સમય બાકી હતો તેથી તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. શરદ પવાર જૂથ અને મહાવિકાસ અઘાડીએ તેમને મજબૂત તાકાત આપી. મરાઠા આરક્ષણ મુદ્દે તેમને ઘણો ફાયદો થયો હોવાનું જોવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp