તમે લગ્નની તૈયારી કરો, દુલ્હન અમે લાવીશું કહી આવી રીતે છેતરતી ટોળકી પકડાઈ

PC: weddingwire.in

રાજસ્થાનના ડીગ જિલ્લામાં પોલીસે લગ્નના નામ પર છેતરપિંડી કરનારી ટોળકી પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ટોળકીના 3 સભ્યોની ધરપકડ કરી લીધી છે. હાલમાં ટોળકીનો માસ્ટરમાઈન્ડ ફરાર છે. પોલીસે આ ટોળકી પાસેથી લગભગ 21.67 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ ટોળકી સાથે જોડાયેલા બીજા લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. ડીગ જિલ્લાના નીમલા ગામમાં લગ્ન કરાવવાના નામ પર એક ટોળકી મોટા ભાગે છેતરપિંડી કરે છે. આ ટોળકી એક-બે નહીં, પરંતુ ઘણા લોકોને પોતાના શિકાર બનાવી ચૂકી છે.

જે લગ્ન કરાવવાની છેતરપિંડી કરીને સૌથી પહેલા દોઢ લાખ રૂપિયા પોતાની પાસે જમા કરાવે છે અને તેના બદલે બેગણી કિંમત પર કરિયાવરનો સામાન, રોકડ પૈસા અને બાઇક અપાવવાનો વાયદો કરે છે. જે દિવસે લગ્ન થાય છે, એ દિવસે આ ટોળકી લોકોને 70 હજાર રૂપિયાની રોકડ વધુ આપે છે. એ સિવાય 70 હજાર રૂપિયા રોકડ આપવાનો વાયદો કરે છે. આ પ્રકારે આ ટોળકી લોકો પાસથી કરોડો રૂપિયાની લૂંટ કરી ચૂક્યા છે.

પોલીસે શું કહ્યું?

પોલીસે કેસની જાણકારી આપતા જણાવ્યું કે, કેથવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારે ટોળકી સક્રિય છે. જે લોકો સાથે છેતરપિંડી કરીને લાખો-કરોડો રૂપિયા પડાવી રહી છે. એ સિવાય આ ટોળકીના લોકો મોટી રકમ લઈને વિદેશ ભાગવાના ચક્કરમાં હતા. જેવી જ પોલીસને તેની જાણકારી મળી, તેવી જ ASP સતીશ કુમારની ટીમ એક્શન મોડમાં આવી ગઈ. આ આખી ટોળકી તેના માસ્ટરમાઈન્ડના ઘરથી જ ચાલી રહી હતી, જેના કારણે પોલીસે નીમલા ગામમાં આ ઘર પર છાપેમારી કરી હતી.

આ ઘરથી પોલીસે 3 લોકોને પકડ્યા છે, જ્યારે ટોળકીનો માસ્ટરમાઇન્ડ ફરાર છે. આ દરમિયાન પોલીસની ટીમે 21 લાખ 67 હજાર રૂપિયાની રોકડ જપ્ત કરી છે. હાલમાં પોલીસ ટોળકીમાં સામેલ ફરજાદ ખાન, સલીમ ખાનની પૂછપરછ કરીને ટોળકીના લીડરને પકડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલી રકમની તપાસ માટે ઇનકમ ટેક્સ વિભાગ અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમને ચિઠ્ઠી લખવામાં આવશે. ઓ આ કાર્યવાહી બાદ બીજા છેતરપિંડી કરનારા ટોળકીના લોકો, દલાલ અને આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા બીજા લોકોમાં હાહાકાર મચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp