જેલથી સરકાર નહીં, ગેંગ ચાલે છે, ધરપકડ બાદ કેજરીવાલ પર ખૂબ વરસી BJP

PC: livemint.com

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. ગુરુવારે એનફોસમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તથા કથિત આબકારીનીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. રાત્રે 11:00 વાગ્યે તેમને EDની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આખી રાત લોકઅપમાં વિતાવી. આ દરમિયાન આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. જો જેલ જશે તો ત્યાંથી સરાકર ચલાવશે.

એવામાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, જેલથી સરકાર નહીં, ગેંગ ચલાવવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં મનોજ તિવારીએ કહ્યું કે, 'આજે દિલ્હીની દરેક ગલીમાં ફટાકડા ફુટ્યા છે અને મીઠાઈઓ વહેંચાઈ છે. હું બતાવી નહીં શકું કે જનતા અરવિંદ કેજરીવાલના શાસનથી કેટલી ત્રાહિમામ છે. મારા આશ્ચર્યનો પાર નથી કે તે એટલા નિર્લજ્જ છે. એટલું વધુ થયા બાદ કહે છે કે અમે જેલથી સરકાર ચલાવીશું. અરે ભાઈ અરવિંદ કેજરીવાલ, જેલથી ગેંગ ચલાવવામાં આવે છે, સરકાર નહીં.

મનોજ તિવારીએ આગળ કહ્યું કે, શું તમે ગેંગ ચલાવવાની તૈયારી કરી રહ્યા છો? સરકાર ચલાવવા માટે રોજ મીટિંગ કરવી પડે છે. તમારે પત્રક કાઢવા પડે છે. તમારે સાઇન કરવી પડે છે. એ કોણે સમજાવ્યું કે તમે ચૂંટાયા છો તો લૂંટ કરશો? ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના ઘણા મંત્રીઓ અને નેતાઓએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ વ્યક્તિ નહીં, વિચાર છે.

તેના પર પ્રહાર કરતા મનોજ તિવારીએ કહ્યું કે, તેઓ કહે છે તેઓ વિચાર છે, વિચાર તો છે, પરંતુ ભ્રષ્ટાચારનો વિચાર છે. દેશના ખજાનાને લૂંટવાનો વિચાર છે તેમની પાસે. તેમણે આગળ કહ્યું કે, મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ જેલ ગયા બાદ જેટલી ખુશી તેમના ગઠબંધનવાળાને થઈ હશે, એટલી અમને પણ નહીં થઈ હોય, કેમ કે જે લોકોને તમે સતત ગાળો આપતા રહ્યા. જે કેજરીવાલ બોલતા હતા કે સોનિયા ગાંધીને જેલ કેમ મોકલવામાં આવી રહ્યા નથી?

તેમણે કહ્યું કે, આજે તેઓ તેમના ચરણોમાં પડ્યા છે, જે જેવું કરે છે, એવું જ ભરે છે. આપણને ભગવાન પર ભરોસો છે, જે નુકસાન કેજરીવાલે દિલ્હીનું કર્યું છે, તેમની હાય લાગી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે શુક્રવારે કહ્યું હતું કે આ વર્ષે તેમની પાર્ટી હોળી નહીં મનાવે અને મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ વિરોધ નોંધાવવા માટે 26 માર્ચે પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે, AAPના કોર્પોરેટર અને ધારાસભ્યોએ દિલ્હીના મુખ્યમંત્રીના પરિવારના સભ્યો સાથે મળતા રોકી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp