યુટ્યુબ ચેનલવાળા મારી મજાક ઉડાવી રહ્યા છે મિલોર્ડ.., BJP નેતાની હાઇ કોર્ટને અપીલ

PC: financialexpress.com

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્હી હાઇકોર્ટમાં એક માનહાનિની અરજી દાખલ કરીને વિનંતી કરી છે કે, નોઇડા કોર્ટમાં તેમની સાથે થયેલા કથિત ગેરવર્તન સાથે જોડાયેલા વીડિયોઝને યુટ્યુબ ચેનલો પરથી હટાવવાનો આદેશ પાસ કરવામાં આવે. સોમવારે સુનાવણી બાદ હાઇ કોર્ટે તેના પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા હવે 10 એપ્રિલે પોતાનો નિર્ણય સંભળાવશે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા તરફથી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી અને રાઘવ અવસ્થીએ કેસની પેરવી કરી. જો કે, ભાટિયાએ પણ પોતે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રૂપે પોતાની દલીલો રજૂ કરી. આ દરમિયાન ભાટિયાએ હાઇ કોર્ટને અપીલ કરી કે યુટ્યુબ ચેનલવાળા એ વીડિયોના માધ્યમથી તેની મજાક ઉડાવી રહ્યા છે. તેનાથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી રહી છે. ગૌરવ ભાટિયાએ પોતાની દલીલમાં કહ્યું કે, આ વીડિયો પાછળ એક ગુપ્ત ઉદ્દેશ્ય છે અને તેનું એકમાત્ર ઉદ્દેશ્ય તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું છે.

તેમણે કહ્યું કે, દરેક ક્ષણે જ્યારે પણ વીડિયો/પોસ્ટ ઓનલાઇન થાય છે ત્યારે તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવામાં આવે છે. ભાટિયાએ કોર્ટને જણાવ્યું કે, યુટ્યુબના એક વીડિયોમાં એક એન્કર હસી રહ્યા છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, ભાટિયાએ કોર્ટને કહ્યું કે, આ લોકોએ વ્યક્તિનું મજાક ઉડાવી રહ્યા છે, જેણે સખત મહેનત અને ઈમાનદારીથી પોતાનું મુકામ હાંસલ કર્યું છે.

વીડિયોમાં એ રાજનીતિક પાર્ટી (ભાજપ)નો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે, જેની સાથે તેઓ જોડાયેલા છે, જ્યારે તેમની રાજનીતિક પ્રતિબદ્ધતાનું એ ઘટના સાથે કોઈ લેવું દેવું નથી. આ દરમિયાન યુટ્યુબ ચેનલો અને પત્રકારો તરફથી રજૂ થયેલા વકીલે દલીલ આપી કે તેમણે માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે અને એમ કરવું પત્રકારિતાના કામમાં ખોટું નથી. બચાવ પક્ષના વકીલે કહ્યું કે, પત્રકારોને આ અધિકારથી વંચિત નહીં કરી શકાય.

બધા પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો. હાઇ કોર્ટે 5 એપ્રિલે યુટ્યુબ ચેનલ આર્ટિકલ 19 ઈન્ડિયા (પત્રકાર નવીન કુમાર દ્વારા સંચાલિત), ધ ન્યૂઝ લોન્ચર, BBI ન્યૂઝ સાથે સાથે કોમેડિયન રાજીવ નિગમને પણ આ મામલે નોટિસ આપવામાં આવી હતી. એ સિવાય X હેન્ડલર સંદીપ સિંહ, વિજય યાદવ, નેટફ્લિકસ, સુનિતા જાધવ, એક્ટર પંકજ ત્રિપાઠીના પેરોડી અકાઉન્ટ, દોડ નદાફ, દરખત્રા અને વાયરસ બાબા ઈન્ડિયાવાળાને પણ નોટિસ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp