ગૌતમ ગંભીરે ઇંગ્લેન્ડ સીરિઝ પહેલા શુભમન ગીલને આપી આ સલાહ

PC: BCCI

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના યુવાન બેસ્ટમેન શુભમન ગિલની ભરપૂર પ્રસંશા કરી છે સાથે જ ક્રિક્રેટરના જાણકારોને વિનંતી કરી છે કે આ ખેલાડી પર આટલી ઝડપથી આશાનો વધારે બોજ નાંખવાની જરૂર નથી.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ભાજપના સાસંદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે શુભમન ગિલ પર વધારે દબાવ ઉભો ન કરો. બલ્કે તેને એક ક્રિકેટરની રીતે ધીમે ધીમે આગળ વધવાનો સમય આપવો જોઇએ. ઓસ્ટ્રેલિયાની સામે બેહતરીન પરફોર્મન્સને કારણે શુભમન ગિલનું ઇંગ્લેંડની સામે રમાનારી 4 ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં રમવું લગભગ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગૌતમ ગંભીરે એક સ્પોર્ટસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું  શુભમન ગિલને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનીંગ કરવાની તક મળવી જોઇએ. આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટ ઘણી વખત મુશ્કેલ બની જાય છે એટલે શુભમનને મારી સલાહ છે કે પોતાનું કામ કરતો રહે.

ગંભીરે કહ્યું હતું કે શુભમન ગિલે તેની કારકિર્દીની શરૂઆત શાનદાર રીતે કરી છે એમાં શંકાને કોઇ સ્થાન નથી, પરંતું પોતાના ખભા પર અપેક્ષાનો વધુ ભાર મુકવો યોગ્ય નથી, એટલે સાવચેતી રાખીને ધીમે ધીમે આગળ વધવું જોઇએ.

ગૌતમ ગંભીરે શુભમન ગિલ પર પ્રસંશાના પુષ્પો વરસાવ્યા છે તેનું કારણ એવું છે કે તાજેતરમાં ભારતીય ટીમ જયારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી ત્યારે ટેસ્ટમેચની સીરિઝમાં શુભમન ગિલ 3 મેચમાં 6 ઇનિંગ્સ રમ્યો હતો., જેમાં તેણે 259 રનનો સ્કોર બનાવ્યો હતો. શુભમન ગિલે બે અર્ધ શતક ફટકારી હતી અને 91નો તેનો સૌથી ઉંચો સ્કોર રહ્યો હતો. શુભમને 91 રનનો સ્કોર ઓસ્ટ્લિયા સામેની બ્રિસ્બેન ખાતે રમાયેલી ચોથી અને નિર્ણાયક મેચની બીજી ઇનિંગમાં બનાવ્યો હતો

ભારત માટે આ જીત એટલી માટે મહત્ત્વની હતી કે 33 વર્ષથી ગાબાના મેદાન પર ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના વિજય રથને બ્રેક મારી હતી. મતલબ કે આ સ્ટેડીયમમાં 33 વર્ષથી ઓસ્ટ્લિયાની ટીમ ટેસ્ટ મેચમાં વિજય મેળવતી આવી રહી હતી. થોડા સમય પહેલાં કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે પણ એક ઇન્ટરવ્યૂમાં શુભમન ગિલના વખાણ કર્યા હતા અને વિરાટ કોહલી પછી શુભમનને કેપ્ટન બનાવવાની તરફેણ કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp