ગૌતમ સિંઘાનિયા પર પત્નીનો નવો આરોપઃ પાણી-ખોરાક વિના તિરુપતિના દાદર ચઢાવ્યા
રેમંડ કંપનીના સીએમડી અબજોપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીની વચ્ચે ડિવોર્સને લઇ તકરાર દિવસેને દિવસે વધતી જઇ રહી છે. દિવાળી પછી ગૌતમ સિંઘાનિયાએ પોતાના 32 વર્ષના સંબંધને ખતમ કરવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ આ મામલે તેની પત્ની દ્વારા એક પછી એક નવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પહેલા મારપીટનો આરોપ લગાવ્યો અને હવે નવાઝ મોદીનું કહેવું છે કે, ગૌતમને તેના સ્વાસ્થ્યની જરા પણ પરવાહ નહોતી. તે ભોજન-પાણી વિના જ તેને તિરુપતિ મંદિરના દાદર ચઢાવતો હતો અને આ દરમિયાન તે 2-3 વાર બેભાન પણ થઇ.
તેને મારી બીમારીઓની જાણ હતી- નવાઝ
નવાઝ મોદીએ પોતાના પતિ ગૌતમ પર વધુ એક આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, ગૌતમને તેના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સંપૂર્ણ જાણ હતી. તેમ છતાં તેણે મને તિરુપતિ મંદિરમાં દાદર ચઢીને અંદર જવા કહ્યું હતું. આવું કરતા સમયે હું રસ્તામાં જ 2-3 વાર બેભાન થઇ હતી. પણ મારા પતિને મારા સ્વાસ્થ્યની કોઇ પરવાહ નથી. નવાઝે આરોપ લગાવ્યો કે, ગૌતમે આવું જાણી જોઇને કર્યું કારણ કે તે સારી રીતે જાણતો હતો કે મને બ્લડપ્રેશર અને શુગરની સમસ્યા છે.
નવાઝ મોદીએ કહ્યું કે, ગૌતમ સિંઘાનિયાની ભગવાન તિરુપતિ પ્રત્યે મોટી આસ્થા છે. કારણ કે માનવામાં આવે છે કે, દેવતા પોતાના ભક્તોને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. નવાઝ મોદીએ દાવો કર્યો કે, ગૌતમ તિરુપતિ મંદિર ગયો હતો અને વાયદો કર્યો હતો કે જો નવાઝ તેની સાથે લગ્ન કરશે તો તે તેની સાથે આંધ્ર પ્રદેશના પહાડી શગેર તિરુમાલામાં તિરુપતિ મંદિર જશે. પણ આ રીતે ચલાવશે તે ખબર નહોતી. નવાઝ અનુસાર, મને નહોતી ખબર કે મંદિરના કેટલા દાદર હતા પણ ગૌતમ મને બીપી અને શુગરની ગંભીર સમસ્યાઓની વચ્ચે ચાલવા મજબૂર કરતો રહ્યો હતો.
જણાવીએ કે, 13 નવેમ્બરના રોજ ગૌતમ સિંઘાનિયા દ્વારા ડિવોર્સની જાહેરાત કર્યા પછી આ મામલામાં ઘણાં વળાંક આવ્યા છે. પહેલા ખબર આવી હતી કે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા સાથે અલગ થવા માટે તેની પાસેથી લગભગ 11000 કરોડ રૂપિયાની મિલકતમાંથી 75 ટકા હિસ્સો પોતાના અને બે દીકરીઓ નિહારિકા-નિસા માટે માગ્યા છે. જેના પર ગૌતમ સંમંત પણ છે. પણ બીજા જ દિવસે નવાઝે ગૌતમ પર પોતાના પર અને દીકરીઓ સાથે ખરાબ વર્તન અને મારપીટનો આરોપ લગાવી દીધો હતો. તેની વચ્ચે નવાઝના સસરા અને ગૌતમ સિંઘાનિયાના પિતા પૂર્વ રેમંડ ચીફ વિજયપતિ સિંઘાનિયાનો સાથ પણ નવાઝ મોદીને મળ્યો છે.
ધનના દેવતા પર ઊંડી આસ્થા
નવાઝ મોદીએ ગૌતમ પર કટાક્ષ કરતા કહ્યું કે, તે ભગવાન વેંકટેશ્વરનો એટલો મોટો ભક્ત છે, જેટલો અન્ય કોઇ દેવતાનો નથી. તેની પાછળ એક મોટું કારણ છે કે, ભગવાન વેંકટેશ્વર ધનના દેવતા છે. ડિવોર્સને લઇ ચાલી રહેલા વિવાદની વચ્ચે નવાઝ મોદીએ એવો પણ દાવો કર્યો કે, કાયદાકીય દુનિયાના ગૉડફાધરે કથિતપણે બાળકો અને તેમાં સામેલ બે પરિવારોને ખાતર કોઈપણ રીતના સમજોતા સુધી પહોંચવા માટે તેના અને ગૌતમ વચ્ચે મધ્યસ્થીની રજૂઆત પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp