કોરોના કાળમાં સ્ટીમ લેવા માટે પોલીસે કર્યો આ જુગાડ, જુઓ ફોટોઝ

PC: tubemis.in

કહેવામાં આવે છે ને કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. કોવિડના સમયમાં કોરોના વાયરસથી બચવા માટે જે ઘરેલૂ ઉપાય બતાવવામાં આવી રહ્યા છે તેમાંથી એક ઉપાય સમયાંતરે સ્ટીમ લેવાનો પણ છે. પરંતુ જે પોલીસકર્મીઓ પોતાના ઘરોને છોડીને બહાર જિલ્લામાં ડ્યૂટી કરે છે અને ચોવીસો કલાક કોરોના સામે લડાઈમાં સામનો કરે છે, તેમના માટે શાંતિથી સ્ટીમ લેવી થોડી મુશ્કેલ છે. તેવામાં ગાઝિયાબાદ પોલીસે એક નવો જુગાડ કરી લીધો છે.

ફોટામાં તમને જોવા મળશે કે કેવી રીતે નીચે એક પ્રેશર કુકર ગેસ પર મૂકેલું છે અને તેની ઉપર લાગેલી પાઈપમાંથી જોરદાર હવા નીકળી રહી છે. આ પાઈપ દ્વારા નીકળતી હવાને ક્યારેક નાકથી તો ક્યારેક મોઢું ખોલીને પોલીસ અધિકારીઓ ઊંડા શ્વાસથી લઈ રહેલા જોવા મળી શકે છે. આ નઝારો ગાઝિયાબાગદના સિહાની ગેટ પોલીસ સ્ટેશનનો છે, જ્યાં કુકરમાં પાણી ભરીને તેને ગેસ પર મૂકવામાં આવ્યું છે તેની ઉપર સીટીની જગ્યાએ પાઈપ ભરાવી દેવામાં આવી છે. જેના કારણે પાઈપમાંથી નીકળતી ગરમ હવાનો ઉપયોગ પોલીસ કરી શકે. અહીં દિવસ અને રાતની ડ્યૂટી કરતા પોલીસકર્મીઓ મેસમાં પહોંચીને આ રીતે સ્ટીમ લઈ રહ્યા છે.

આ કુકર સાથે જોડાયેલી ગાઝિયાબાદ પોલીસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગાઝિયાબાદ પોલીસનું આ અંગે કહેવું છે કે તેમના તમામ પોલીસકર્મીઓ સ્ટીમ માટે પ્રેશર કુકર થેરપીનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન પોલીસો 24 કલાક રસ્તા પર જોવા મળે છે. તેવામાં તેમના કોરોના વાયરસની ચપેટમાં આવવાની શક્યતાઓ વધુ રહે છે. એસએસપી અમિત પાઠકે પોતાના જિલ્લાના પોલીસની આવો અજબ રીતનો નુસ્ખો અને કોરાના વાયરસથી બચવા માટેના આ નવી રીતની પ્રશંસા પણ કરી છે. કોરોના અને ચૂંટણી ડ્યૂટી કરવાથી અત્યાર સુધીમાં ગાઝિયાબાદમાં આશરે જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે. સેંકડો પોલીસકર્મી એવા પણ છે જેમનામાં કોરોનાના લક્ષણ દેખાતા નથી પરંતુ તેમની તબિયત ખરાબ છે.

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, જે પહેલા કરાત વધારે ઘાતક અને ઝડપથી સંક્રમણ ફેલાવે છે. દેશમાં છેલ્લા કેટલાંક દિવસોથી 3 લાખથી વધુ કેસો જોવા મળી રહ્યા છે, જે દુનિયામાં એક દિવસમાં આવતા સૌથી વધુ કેસો છે. તે સિવાય દેશમાં ઓક્સિજનની કમી અને દવાઓની પણ કમી જોવા મળી રહી છે, જેના અભાવે ઘણા કોરોના દર્દીઓ પોતાની જાન ગુમાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp