મુંબઈમાં ગીતા રબારી મચાવશે ગરબાની ધૂમ

PC: Khabarchhe.com

ગુજરાતીઓ માટે નવલી નવરાત્રિ એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબાની રમઝટ. જો આ રમઝટ કચ્છી કોયલનાં સુર પર હોય તો બીજુ શું જોઈએ? વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં કચ્છી કોયલના ટહુકે પહેલીવાર મુંબઈ વાસીઓ ગરબે ઘૂમશે. મુંબઈના ભાજપના નેતા મૂળજી પટેલ પહેલી વખત અંધેરી વિસ્તારમાં મોટાપાયે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે. આ આયોજનમાં ગીતા રબારી પરફોર્મન્સ આપશે.

આ નવરાત્રિ આયોજનને કારણે દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારમાં લોકોને એક પ્રોફેશનલ તેમજ પરંપરાગત નવરાત્રિનો લાભ થશે. અંધેરી પૂર્વમાં હોલી-ફેમીલી ગ્રાઉન્ડ પર એક સાથે 10,000થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. સામાજિક હેતુથી પ્રેરાયેલો આ કાર્યક્રમ પૂરી રીતે પ્રોફેશનલી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. આ આયોજનને નામ આપવામાં આવ્યું છે, 'છોગાળા રે નવરાત્રિ ઉત્સવ 2023'

મૂરજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેઓ મુંબઈ મહાનગર પાલિકાના નગરસેવક પણ રહી ચૂક્યા છે. લોક સેવામાં સહદેવ તત્પર રહેનાર મૂરજીભાઈએ આ નવરાત્રિ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવું ભવ્ય રામ મંદિર અંધેરી ખાતે આયોજિત થઈ રહેલી નવરાત્રિમાં આકાર લેશે. આ માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. પર્ફોર્મન્સ માટે બની રહેલા સ્ટેજ પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મોટા કદની પ્રતિકૃતિ દેખાશે. એટલે કે ખેલૈયાઓ ગરબે ઘૂમતી વખતે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરી શકશે. આ સંદર્ભે વધુ વિગત આપતા મૂરજી ભાઈએ કહ્યું હતું કે નવરાત્રિએ માત્ર ગુજરાતીઓનો નહીં પરંતુ તમામ હિન્દુભાઈ બહેનોનો તહેવાર છે.

કચ્છી કોયલ ગીતા રબારી દેશ-વિદેશમાં અનેક ઠેકાણે નવરાત્રિના પરફોર્મન્સ આપી ચૂકી છે. જો કે અત્યાર સુધી માયા નગરી મુંબઈ શહેરમાં તેમના નવરાત્રિ દરમિયાન સૂર રેલાયા નહોતા. આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મુંબઈ શહેરને દેશી રણકો મળી રહેશે. આ શહેરમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અનેક ભાષાકીય લોકો રહે છે અને તે તમામ ગરબાના તાલે ઘૂમે છે. હું પોતે અહીં પર્ફોર્મન્સ કરવા માટે એક્સાઇટેડ છું.

ગરબે ઘૂમનારાઓની સુખ સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં એક સાથે 10,000 લોકો ગરબે ઘૂમી શકશે આ ઉપરાંત વિશાળ કાર પાર્કિંગ સાથે ખાણી પીણીની વ્યવસ્થા, ખેલૈયાઓની સુરક્ષિતતા માટે સીસીટીવી તેમજ બાઉન્સર્સ, એમબ્યુલન્સ અને પ્રાથમીક ઉપચારની ફેસેલિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન નવે-નવ દિવસ અહીં માનવંતા નેતાઓ, બોલિવુડનાં અભિનેતાઓ, અને રંગમંચના સીતારાઓની હાજરી રહેશે.
'છોગાળા રે નવરાત્રિ ઉત્સવ 2023' ના પ્રેરણા સ્થાન ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તો પછી રાહ શેની જોઈ રહ્યા છો આજે જ નવરાત્રીનાં પાસિસ બુક માય શો પર બુક કરાવો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp