કોણ છે લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી? જેમણે સંભાળી સેનાની કમાન

PC: hindustantimes.com

લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે નવા સેના પ્રમુખના રૂપમાં પદભાર સંભાળી લીધો. દ્વિવેદીએ જનરલ મનોજ સી પાંડેની જગ્યા લીધી. આ અગાઉ ઉપેન્દ્ર દ્વિવેદી ઉપસેના પ્રમુખના રૂપમાં જવાબદારી નિભાવી રહ્યા હતા. કેન્દ્ર સરકારે 11 જૂને લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા સેના પ્રમુખના રૂપમાં નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. ઉપેન્દ્ર દ્વિવેદીને વર્ષ 1984માં 18 જમ્મુ કાશ્મીર રાઇફલ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે આ જ યુનિટની કમાન સંભાળી.

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઉત્તરી અને પશ્ચિમી બંને થિયેટરોને સંતુલિત કરવાનું ગૌરવ પ્રાપ્ત છે. ઉપેન્દ્ર દ્વિવેદીએ ઉત્તરી કમાંડરના રૂપમાં આતંકવાદ વિરોધી અભિયાનોને સંચાલિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. 1 જુલાઇ 1964ના રોજ જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને 15 ડિસેમ્બર 1984ના રોજ ભારતીય સેનાની ઇન્ફેન્ટ્રી (જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ)માં કમિશન મળ્યું હતું. લગભગ 40 વર્ષોની પોતાની લાંબી અને પ્રતિષ્ઠિત સેવા દરમિયાન તેઓ વિભિન્ન કમાનો, સ્ટાફ, તાલીમ સંબંધિત અને વિદેશી નિમણૂકોમાં કાર્યકર્ત રહ્યા છે.

લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની કમાન્ડ નિમણૂકોમાં રેજિમેન્ટ (18 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ), બ્રિગેડ (26 સેક્ટર આસામ રાઇફલ્સ), મહાનિરીક્ષક, આસામ રાઇફલ્સ (પૂર્વ) અને 9 કોરની કમાન સામેલ છે. લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેના ઉપપ્રમુખના રૂપમાં નિમણૂક અગાઉ વર્ષ 2022-2024 સુધી મહાનિર્દેશક ઇન્ફેન્ટ્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ (મુખ્યાલય ઉત્તરી કમાન) સહિત મહત્ત્વપૂર્ણ પદો પર કાર્ય કર્યું છે.

ઉપેન્દ્ર દ્વિવેદી આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ ઉપ સેના પ્રમુખ તરીકે નિમાયા હતા. તેમણે ઓપરેશન રક્ષક દરમિયાન ચૌકીબળમાં એક બટાલિયનની કમાન સંભાળી હતી. લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે ચીન અને પાકિસ્તાન તરફથી ઉત્પન્ન પડકારોની સારી સમજ છે, કેમ કે તેઓ ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના રૂપમાં પોતાના 2 વર્ષ સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે. સૈનિક સ્કૂલ રીવા, નેશનલ ડિફેન્સ કોલેજ અને US આર્મી વૉર કૉલેજના પૂર્વ વિદ્યાર્થી લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ DSSC વેલિંગટન અને આર્મી વોર કોલેજ, મહુમાં પણ અભ્યાસ કર્યો છે.

એ સિવાય ઉપેન્દ્ર દ્વિવેદીને USAWC, કાર્લિસ્લે, USAમાં પ્રતિષ્ઠિત NDC સમકક્ષ કોર્સમાં વિશિષ્ઠ ફેલો’થી સન્માનિત કરાયા છે. દ્વિવેદીએ રક્ષા અને મેનેજમેન્ટ સ્ટડીમાં એમ ફિલ અને સમારિક સ્ટડી અને સૈન્ય વિજ્ઞાનમાં 2 સ્નાતકોત્તર ડિગ્રી હાંસલ કરી છે. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ઠ સેવા મેડલ (AVSM) અને 3 JOC in C પ્રશસ્તિ પત્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp