ભારતના આ રાજ્યમાં મળ્યો 5.9 મિલિયન ટન લિથિયમનો મોટો ભંડાર, હવે બેટરી...

PC: moneycontrol.com

દેશમાં પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી સાઇટ છે, જેની ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)એ રિયાસી જિલ્લામાં ઓળખ કરી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોમાં બેટરીમાં ઉપયોગ થનારા લિથિયમને બીજા દેશોથી આયાત કરવામાં આવે છે. રિયાસી જિલ્લામાં હવે તેના ભંડાર મળવાથી દેશની આયાત પર નિર્ભરતા ઓછી હશે. ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણે પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હેમાના ક્ષેત્રમાં 5.9 મિલિયન ટન લિથિયમ અનુમાનિત સંસાધન સ્થાપિત કર્યા છે.

લિથિયમ એક બિન-ફેરસ ધાતુ છે જે મોબાઇલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જેબલ બેટરીમાં ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય તેનો ઉપયોગ રમકડાં અને ઘડિયાળો માટે પણ કરવામાં આવે છે. આ સમયે ભારત લિથિયમ માટે પૂરી રીતે બીજા દેશો પર નિર્ભર છે. માઇન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજે જણાવ્યું કે, દેશમાં પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસીમાં લિથિયમના ભંડારની શોધ કરવામાં આવી છે. પછી મોબાઇલ ફોન હોય કે સોલર પેનલ, મહત્ત્વપૂર્ણ ખનિજોની દરેક જગ્યાએ આવશ્યકતા હોય છે.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે દેશ માટે મહત્ત્વપૂર્ણ ખનિજો જાણકારી મળી છે અને તેમને સંસાધિત કરવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો સોનાનું આયાત ઓછું કરવામાં આવે છે તો આપણે આત્મનિર્ભર બની જઇશું. 62માં કેન્દ્રીય ભૂ-વૈજ્ઞાનિક પ્રોગ્રામિંગ બોર્ડ (CGPB)ની વૈજ્ઞાનિક બેઠક દરમિયાન લિથિયમ અને ગોલ્ડ સહિત 51 ખનીજોના બલોકો પર એક રિપોર્ટ રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યો છે. ખનન મંત્રાલયે કહ્યું કે, આ 51 ખનીજ બલોકોમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત છે.

એ સિવાય પોટાશ, મોલિબ્ડેનમ, બેસ મેટલ સાથે જોડાયેલા છે. આ મેટલ્સ 11 રાજ્યોને અલગ અલગ જિલ્લાઓમાં મળ્યા છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર (UT), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગાણા સામેલ છે. ખનન મંત્રાલયે કહ્યું કે, જિયોઇન્ફોર્મેટિક્સ પર 55 કાર્યક્રમ, મૌલિક અને બહુ વિષયક ભૂ-વૈજ્ઞાન પર 140 કાર્યક્રમ અને તાલીમ અને સંસ્થાગત ક્ષમતા નિર્માણના 155 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)ની સ્થાપન વર્ષ 1851માં રલાવે માટે કોયલાના ભંડારની જાણકારી મેળવવા માટે કરવામાં આવી હતી. આ વર્ષોમાં GSI ન માત્ર દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં આવશ્યક ભૂ-વિજ્ઞાન સૂચનાઓના ભંડારના રૂપમાં વિકસિત થયો છે, પરંતુ ઇન્ટરનેશનલ ખ્યાતિના ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ હાંસલ કર્યો છે. તેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય ભુ-વૈજ્ઞાનિક સૂચના અને ખનિજ સંસાધન મૂલ્યાંકનને બનાવવા અને અદ્યતન કરવા સાથે સંબંધિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp