જર્મની ભારતીયોને નોકરી માટે બોલાવી રહ્યું છે, પગાર આટલા લાખ રૂપિયા

PC: deshbandhu.co.in

જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે PM નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું કે, જર્મની ભારતીયોને નોકરી આપવા માંગે છે. તેઓ તેમને બોલાવી રહ્યા છે. પરંતુ એક જ શરત છે કે, અમને કુશળ માનવબળની જરૂર છે. અમારી પાસે નોકરીની ઘણી તકો છે. અમારી સરકાર ભારતીય પ્રોફેશનલ્સને આકર્ષવા માટે ઘણી ઑફર્સ આપી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા મહારાષ્ટ્ર સાથે એક કરાર કરવામાં આવ્યો હતો, જેના હેઠળ 20,000 ડ્રાઈવરોને જર્મની મોકલવામાં આવી રહ્યા છે. જેમનો પગાર 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ સુધીનો હશે.

'એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ'ની 18મી કોન્ફરન્સને સંબોધતા ઓલાફ સ્કોલ્ઝે કહ્યું, અમારી સરકારે તાજેતરમાં કુશળ ભારતીય કામદારોને જર્મનીમાં આમંત્રિત કરવા માટે નવી વ્યૂહરચના બનાવી છે. આજે, અમારી યુનિવર્સિટીઓમાં જેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે તેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે. ગયા વર્ષે જ જર્મનીમાં કામ કરતા ભારતીયોની સંખ્યામાં 23,000નો વધારો થયો હતો. આ માનવબળ અમારા બજારમાં આવકાર્ય છે. સ્કોલ્ઝે કહ્યું, જર્મની તેની વીઝા પ્રક્રિયાને ડિજિટાઇઝ કરી રહ્યું છે, પ્રક્રિયાઓને ઝડપી બનાવી રહ્યું છે, જેથી ભારતીયોને વધુને વધુ તકો મળી શકે.

સ્કોલ્ઝે કહ્યું, અમે ઇમિગ્રેશન ઘટાડી રહ્યા છીએ અને એવા લોકોને જવા માટે કહી રહ્યા છીએ, જેમને અમારા દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ માટે અમે તેમને તમામ પ્રકારની સુવિધા પણ આપી રહ્યા છીએ, જેથી તેઓ ત્યાંથી નીકળી જાય. અમારો સંદેશ માત્ર એટલો જ છે કે, જર્મની હંમેશા કુશળ માનવબળ માટે ખુલ્લું છે. અમે દરેક ક્ષણે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ. જો કે, અમે એ નક્કી કરીશું કે કોને જર્મનીમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે અને કોને નહીં.

જર્મન ચાન્સેલરે કહ્યું કે, અમે ભારત સરકાર સાથે મુક્ત વેપાર કરારની પણ વાત કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે, જો આપણે આ દિશામાં સાથે મળીને કામ કરીએ તો જે કામ કરવામાં વર્ષો જેટલો સમય લાગતો હતો તે કામ થોડા મહિનામાં પૂર્ણ થઈ જશે. અમે કોઈપણ કિંમતે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર ઈચ્છીએ છીએ. ચાન્સેલરે કહ્યું કે, અમે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માંગીએ છીએ. અમે અમારા દળોને વધુ નજીક લાવવા સંમત છીએ. ચીન, ઈરાન અને રશિયા પર સંદેશ આપતાં સ્કોલ્ઝે કહ્યું કે, દેશોએ કોઈ એક દેશ પર નિર્ભર ન રહેવું જોઈએ, ખાસ કરીને કાચા માલ અને ટેક્નોલોજીના મામલામાં. અમે એવિએશન, રેલ્વે પર સારું કામ કરી રહ્યા છીએ અને આ મામલે ભારત સાથે ખૂબ જ ગાઢ સંબંધ પણ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp