વારાણસી કોર્ટમાં ભૂતે આપ્યા જામીન, શોધવા નીકળી કમિશનરેટ પોલીસ થઇ ગઇ પસ્ત

PC: americanprogress.org

કાયદાની આંખમાં ધૂળ નાખીને કંઇ પણ કરાવી લેવાનો ઠેકો લેનારાઓ માટે વારાણસીમાં આ કેસ માથાનો દુખાવો બનેલો છે. બે દિવસ અગાઉ બે દશક અગાઉ મરી ચૂકેલા વ્યક્તિને જામીનદાર બનાવી દેવામાં આવ્યો, પરંતુ જામીન લેનારાઓને રજૂ કરવાનો આદેશ થયા બાદ હવે ભૂતને ક્યાંથી લાવવામાં આવે? આ બધી મગજમારી કર્યા બાદ પોલીસ સામે આવ્યું કે, ભૂતને તે શોધી ન શકી, એવામાં હવે કાર્યવાહી થવી જોઇએ. નકલી જામીન આપવાના કેસમાં 5 વિરુદ્ધ ગંભીર કલમોમાં કેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસની ફરિયાદ પર તપાસ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો. કોર્ટના વિશેષ કાર્યપાલક મેજિસ્ટ્રેટ/સહાયક પોલીસ કમિશનર કાર્યાલયમાં નિમણૂક થયેલા હેડ કોન્સ્ટેબલ અજય કુમાર સિંહની ફરિયાદના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન લાલપુર પાંડેપૂર વારાણસીથી એક પક્ષીય ચલણી કલમ 151/107/116 CRPCની ચલણી પ્રાપ્ત થઇ હતી. તેમાં આરોપી પક્ષ જીતેન્દ્ર પટેલ (રહે લમહી ગામ, લાલપુર પોલીસ સ્ટેશન વારાણસી, ઉંમર 34 વર્ષ), ધર્મેન્દ્ર કુમાર પટેલ (રહે લમહી ગામ, લાલપુર પોલીસ સ્ટેશ, કમિશનર વારાણસી, ઉંમર 40 વર્ષ, શિલા દેવી (રહે. લમહી ગામ), લાલપુર પોલીસ સ્ટેશનીની ધરપકડ થઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

તદુપરાંત કલમ 116(3) CRPC હેઠળ 2-2 લાખ રૂપિયાનું વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની 2-2 જામીનની માગણી કરવામાં આવી. પૂરતો સમય આપ્યા છતા વિપક્ષીગણ દ્વારા વ્યક્તિગત બોન્ડ અને જામીન રજૂ ન કરવામાં આવ્યા. શાંતિ વ્યવસ્થા ભંગ થવાના દૃષ્ટિગત વિપક્ષીગણને જામીન અને વ્યક્તિગત બોન્ડ દાખલ કરવા સુધી પીઠાસિન અધિકારી (જ્ઞાન પ્રકાશ રાય) દ્વારા જેલ મોકલી દેવામાં આવ્યા. 8 સપ્ટેમ્બરના રોજ એડવોકેટ દ્વારા તેમના 2-2 લાખના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના 2-2 જામીન પીઠાસિન અધિકારી જ્ઞાન પ્રકાશ રાય સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા. જેને પીઠાસિન અધિકારી દ્વારા સ્વીકૃત કરીને છોડવાનો આદેશ આપવામાં આવ્યો.

જેના પર વાદી કેસ હનુમંત કુમાર સિંહે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈન જામીનદારોની ખરાઈ હેતુ અરજી કરી. ત્યારબાદ જામીનદારોની તપાસ કરાવવામાં આવી તો તેમાં 5 જામીન નકલી નીકળ્યા. પીઠાસિન અધિકારી (જ્ઞાન પ્રકાશ રાય) દ્વારા જામીનદારોની ખરાઈ હેતુ સંબંધિત પોલીસ સ્ટેશનોને આદેશિત કર્યા છે. સંબંધિત પોલીસ સ્ટેશનોમાંથી ખરાઈમાં જામીનદાર લવ કુમાર શ્રીવાસ્તવ, વિજયકુમાર, રામ લખનના મોત થઈ ચૂક્યા છે. તો અશોક પાંડે અને અજય બધાના નકલી જામીન સાબિત થયા છે. જ્ઞાનપ્રકાશ રાય દ્વારા કાયદાકીય કાર્યવાહી હેતુ ઉપયુક્ત વરુણા ઝોનને મોકલવામાં આવ્યા, ત્યારબાદ બધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp