'લગ્ન નહીં થવા દઉં..', મેરેજ હાઉસમાં છોકરીનો હોબાળો, પછી દુલ્હને લીધો આ નિર્ણય

PC: edtimes.in

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક લગ્ન સમારોહમાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે જાન પહોંચ્યાના થોડા સમય બાદ એક યુવતીની ત્યાં એન્ટ્રી થઈ. તેણે કહ્યું કે, જે છોકરાના લગ્ન થવા જઇ રહ્યા છે, એ તેનો પ્રેમી છે. એટલું જ નહીં, 2 વર્ષ અગાઉ બંને લગ્ન કરી ચૂક્યા છે. બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. આ બધી વાતો સાંભળીને લોકોના હોશ ઊડી ગયા. આ ઘટના જનપદ ઝાંસીના એરચ વિસ્તારની છે. એક મેરેજ હાઉસમાં શનિવારે લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. ગીત સંગીત વચ્ચે લોકો જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ધીરે ધીરે એ સમય આવ્યો અને મધ્ય પ્રદેશના દતિયાથી નીકળીને વરરાજો ચંદ્રભાન જાન લઈને પહોંચ્યો. વર અને જાનનું જોરદાર સ્વાગત થયું. બધી રીતો શરૂ થઈ જ હતી કે, એક મહિલાની એન્ટ્રી થઈ. તેણે પોતે પોતાને વરરાજાની પ્રેમિકા બતાવતા હોબાળો શરૂ કરી દીધો. રાડો પાડતા તેણે આરોપ લગાવ્યો કે વરરાજા સાથે તેનું અફેર છે. 2 વર્ષ અગાઉ બંને લગ્ન કરી ચૂક્યા છે અને પતિ-પત્નીની જેમ રહેતા હતા. એ સાંભળીને લોકો હેરાન રહી ગયા.

વરરાજો યુવતીના આરોપો પર મૌન સાધીને ઊભો રહ્યો, પરંતુ વર અને વધુ બંને પક્ષમાં હાહાકાર મચી ગયો. ઘણા સમય સુધી હોબાળો થયા બાદ આ જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને એ અંગેની જાણકારી લીધી. હોબાળો કરનારી યુવતીએ પોલીસને જણાવ્યું કે, યુવક અને મારા લગ્ન પહેલા જ થઈ ચૂક્યા છે. હવે અહી એ છાનોમાનો લગ્ન કરવા આવ્યો છે. હું આ લગ્ન નહીં થવા દઉં.

આ દરમિયાન હોબાળો જોઈને કેટલાક લોકો મેરેજ હાઉસથી ભાગી નીકળ્યા. યુવતીના આરોપોને સાંભળ્યા બાદ પોલીસે કન્યા પક્ષ તરફથી જાણકારી લીધી. તેમાં દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. સાથે જ કન્યા પક્ષે કહ્યું કે, આ લગ્નમાં તેમના લાખો રૂપિય ખર્ચ થઈ ગયા છે. કલાકો ચાલેલી વાતચીત બાદ બંને વચ્ચે સમજૂતી થઈ અને વરરજો જાન લઈને પાછો જતો રહ્યો. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, બંને પક્ષો તરફથી અત્યાર સુધી ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળે છે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp