FB પર ઇન્કમટેક્સ ઓફિસર બતાવીને યુવતીએ પોલીસવાળા સાથે લગ્ન કર્યા, પછી પોલ ખુલી

PC: amritvichar.com

ફેસબુક પર એક યુવતી સાથે પોલીસ જવાનને દોસ્તી થઇ હતી અને એ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. યુવતીએ FB પર પોતે ઇન્કમેટેક્સ ઓફિસર હોવાનું કહ્યું હતું. લગ્ન પછી જ્યારે પોલીસવાળાના વાસ્તવિકતાની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

આ વાત ઉત્તર પ્રદેશના ફઝલગંજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એક પોલીસ જવાનની છે. જાણવા મળેલી માહિતી મુજબ પોલીસ જવાનની ફેસબુક પર શિવાંગી નામની યુવતી સાથે દોસ્તી થઇ હતી, દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ ગઇ હતી અને એ વચ્ચે જ્યારે પોલીસે જવાને લગ્નનની દરખાસ્ત મુકી તો યુવતીએ સ્વીકારી લીધી હતી.

પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકે બતાવતી શિવાંગીએ કાર લેવા માટે પોલીસ જવાન પાસે 6 લાખ રૂપિયા લીધા હતા.

એક રાત્રે જ્યારે પોલીસ જવાન ઘરે આવ્યો તો પત્નીની સાથે ઘરમાં અન્ય એક વ્યકિત હતો. પોલીસ જવાનને શંકા ગઇ તેણે તેણે જાણકારી ભેગી કરવાની શરૂ કરી, એમાં તેને જે જાણવા મળ્યું તેને કારણે પોલીસ જવાનના હોંશ ઉડી ગયા.

પોલીસ જવાને કહ્યું કે, લગ્ન પહેલાં શિવાંગીએ કહ્યું હતું કે તેના ઘરવાળા એવું ઇચ્છે છે કે જમાઇને લગ્નમાં સ્કોર્પિયો કાર આપવામાં આવે, પરંતુ મારી પાસે વધારે પૈસા ભેગા થયા નથી એટલે તું થોડા પૈસા આપ, આપણે બંને ભેગા મળીને કાર લઇએ. કાર તો તારી પાસે જ રહેવાની છે ને એવું શિવાંગીએ પોલીસ જવાનને સમજાવ્યું હતું.

પોલીસ જવાનને એમાં વાંધો ન લાગ્યો તો તેણે શિવાંગીને 6 લાખ 30 હજાર રૂપિયા આપી દીધા હતા. એ પછી લગ્નની તારીખ નક્કી થઇ ગઇ પણ પોલીસ જવાનને ર્સ્કોપિયો ન મળી. પોલીસ જવાને પુછ્યું તો શિવાંગીએ કહ્યુ કે બુક કરાવી છે, વેઇટીંગ છે આવતા વાર લાગશે.

આ બધી વાતો વચ્ચે તેમની લગ્નની જિંદગી શરૂ થઇ ગઇ હતી. પોલીસ જવાને કાનપુરમાં એક ઘર લઇને બંને સાથે રહેતા હતા. એ દરમિયાન શિવાંગીએ એક દિવસ પોલીસ જવાનને કહ્યુ કે, મારી ટ્રાન્સફર ચંદીગઢ થઇ ગઇ છે, એટલે મારે જવું પડશે. હું તમારી પાસે આવતી જતી રહીશ. સરકારી નોકરી છે એટલે ટ્રાન્સફર શક્ય છે એમ માનીને પોલીસ જવાને શિવાંગીને ચંદીગઢ જવાની મંજૂરી આપી હતી.

એ દરમિયાન પોલીસ જવાન એક દિવસ રાત્રે ઘરે આવ્યો તો જોયું કે પત્નીની સાથે અન્ય એક યુવક હતો. શિવાંગીને પુછ્યું તો કોઇ જવાબ ન મળ્યો. પોલીસ જવાને તપાસ કરી તો ખબર પડી કે શિવાંગી તો પહેલેથી જ પરણિત છે અને તેને બે બાળકો પણ છે. શિવાંગીએ માત્ર છેતરપિંડી કરવા માટે પોલીસ જવાન સાથે લગ્ન કર્યા હતા.

એ પછી પોલીસ જવાને નબીરાબાદ પોલીસ સ્ટેશનમાં પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે શિવાંગી ઇન્કમટેક્સ ઓફિસર પણ નથી અને તેના પહેલેથી લગ્ન થઇ ચૂકયા છે. એ પછી પોલીસે શિવાંગીની ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp