પ્રેમિકાને મળવા ચોરીછૂપે પહોંચ્યો પ્રેમી, છોકરીના પરિવાજનોએ તેને પકડ્યો અને...

PC: twitter.com

પ્રેમ ક્યારેય છૂપાતો નથી. ક્યારેક ને ક્યારેક તો તે બહાર આવી જ જાય છે. તમે પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો હો ત્યારે રંગે હાથે ઝડપાઈ જવાના અને માર ખાવાના કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે. તો ઘણીવાર આ રીતે રંગે હાથ ઝડપાયેલા પ્રેમી-પ્રેમિકાને અનોખી સજા પણ મળતી હોય છે. પરંતુ, બિહારમાં એક અલગ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો છે.

બિહારના નાલંદામાં એક યુવકને ચોરીછૂપે પોતાની પ્રેમિકાને મળવા જવુ ભારે પડી ગયુ હતું. ઘટના દીપનગર પોલીસ સ્ટેશનના શ્રીરામ નગર ગામની છે. સોમવારની બપોરે એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો. પરંતુ, પ્રેમિકાના પરિવારજનો અને ગ્રામજનોએ તેને જોઈ લીધો અને છોકરીના પરિવારજનોએ ગ્રામીણોની મદદથી તેને પકડી લીધો. બાદમાં તેમણે પ્રેમી જોડાના ગામના મંદિરમાં જ લગ્ન કરાવી દીધા.

રિપોર્ટ અનુસાર, સિલાવ પોલીસ સ્ટેશનના કડાહડીહ નિવાસી અમરજીત કુમારને દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીરામ નગરમાં રહેતી એક છોકરી સાથે ચાર મહિનાથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ બંને અવાર-નવાર એકબીજાને ચોરીછૂપેથી મળતા હતા.

સોમવારની બપોરે અમરજીત પોતાની પ્રેમિકાના પરિવારજનોની ગેરહાજરીમાં તેને મળવા માટે તેના ઘરે ગયો હતો. પરંતુ, જેવી પરિવારજનોને જાણ થઈ તો તેમણે સ્થાનિક ગ્રામીણોની મદદથી તે બંનેને રંગેહાથ ઝડપી લીધા. તેમને પકડ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, તે બંનેના લગ્ન કરાવી દેવામાં આવે.

ત્યારબાદ પરિવારજનો દ્વારા બજારમાંથી લગ્નનો સામાન અને નવા કપડાંની ખરીદી કરવામાં આવી. પછી સ્થાનિક ગ્રામીણો તેમજ જનપ્રતિનિધિઓની મદદથી ગામના જ એક મંદિરમાં પ્રેમી જોડાના લગ્ન કરાવી દેવામાં આવ્યા. બેન્ડવાજા, જાનૈયા વિના જ આ પ્રેમી પંખીડાના લગ્ન કરાવી દેવામાં આવ્યા. તેમના લગ્નને લઈને ગામમાં વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. હાલ, આ પ્રેમી પંખીડા લગ્નના બંધનમાં બંધાઈને ખુશ દેખાઈ રહ્યા છે. લગ્ન બાદ પ્રેમી અમરજીત પોતાની પત્ની બનેલી પ્રેમિકાને મોટરસાયકલ પર બેસાડીને પોતાના ઘરે રવાના થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp