ગર્લફ્રેન્ડ પરિવારની સંબંધી ગણી શકાય નહીં, બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પતિની ગર્લફ્રેન્ડને પત્ની પર અત્યાચારના કેસમાં આરોપી ગણવાનો કોર્ટે ઇન્કાર કરી દીધો છે.
એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ઘરેલું અત્ચાયારનો કેસ કર્યો હતો અને તેમાં પતિની ગર્લફ્રેન્ડનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. પોલીસે પણ આરોપી તરીકે પતિની ગર્લફ્રેન્ડનું નામ સામેલ કર્યું હતું. પતિની ગર્લફ્રેન્ડે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને અપીલ કરી હતી કે ગર્લફ્રેન્ડના કાયદા મુજબ પરિવારની સંબંધી ગણી શકાય નહીં.
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચના જજ વિભા કર્નિકણવાડી અને જજ વૃશાલી જોશીની બેંચે ચુકાદો આપતા કહ્યુ કે, IPCની કલમ 498 A મુજબ ગર્લફ્રેન્ડ પરિવારના સ્વજનની વ્યાખ્યામાં આવતી નથી એટલે આરોપી તરીકે તેનું નામ દાખલ કરી શકાય નહીં. કોર્ટે કેસ રદ કરવા આદેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp