છોકરીઓ સિગારેટ પીતી હતી એ પસંદ ન આવ્યું તો રિટા. અધિકારીએ કેફેમાં લગાવી દીધી આગ

PC: tv9hindi.com

હવે સિગારેટનું ચલણ સામાન્ય થઈ ગયું છે. છોકરાઓ તો સિગારેટનું સેવન કરે જ છે, પરંતુ છોકરીઓ પણ તેનાથી દૂર રહી શકી નથી. તેઓ પણ છોકરાઓની જેમ સિગારેટ પીવે છે. હાલમાં ઈન્દોરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી એક વૃદ્ધે એક કેફેમાં આગ લગાવી દીધી. કારણ એ હતું કે કેફેમાં શહેરભારના છોકરા-છોકરીઓ બેસીને સિગારેટ પીતા હતા. પાડોશમાં રહેતા વૃદ્ધને તે એટલું નાપસંદ આવ્યું કે, તેણે કેફેને આગને હવાલે કરી દીધી અને હવે પોતે જેલમાં છે.

લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્કીમ નંબર 78માં સ્થિત એક સ્ટેટ કેફે આવેલી છે. આ કેફે પાસે જ ટેલિફોન વિભાગના રિટાયર્ડ વૃદ્ધ 70 વર્ષીય વિજય માઠે રહે છે. કેફેમાં દિવસ-રાત યુવક-યુવતીઓ બેસીને સિગારેટ પીતા હતા. આખો દિવસ અહી ધિંગા-મસ્તી ચાલતી રહેતી હતી. બસ આ જ વાત વિજય માઠેને પસંદ આવી રહી નહોતી એટલે તેણે કેફેમાં આગ લગાવી દીધી. પૂછપરછમાં વિજય માઠેએ જણાવ્યું કે, કેફે પર મોટા ભાગે છોકરીઓ સિગારેટ પીવે છે. આ કારણે તે ખૂબ દુઃખી હતો. તેનું કહેવું છે કે, તેની અસર પાસે રહેતા ઘર પરિવારના બાળકો પર પણ પડી રહી હતી. તેનાથી નારાજ થઈને મોડી રાત્રે તેણે કેફેમાં આગ લગાવી દીધી.

આગમાં કેફે પૂરી રીતે નષ્ટ થઈ ગયું. કેફે સંચાલક શુભમ ચૌધરીની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો અને CCTV ફૂટેજના આધાર પર વૃદ્ધની ઓળખ વિજય માઠેના રૂપમાં થઈ અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. કેફે સંચાલકે જણાવ્યું કે, લગભગ 3-4 લાખ રૂપિયાનો સામાન સળગી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા દિવસોથી કેફેની આસપાસ વૃદ્ધ ફરી રહ્યો હતો. આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 436 (ભવનને સળગાવીને રાખ કરવાની નિયતથી જ્વલનશીલ પદાર્થનો કુચેષ્ટાપૂર્વક ઉપયોગ) હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

એડિશનલ પોલીસ નાયબ કમિશનર કમિશનર રાજેશ દંડોતિયાએ જણાવ્યું કે, લસૂડિયા પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે એક કેફેમાં આગ લગાવવાના આરોપીની ઓળખ CCTV ફૂટેજથી થઈ અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અમારી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કહ્યું કે કેફેમાં છોકરીઓનું સિગારેટ પીવાનું તેને પસંદ આવતું નહોતું એટલે તેણે ગુસ્સામાં આ કેફેમાં આગ લગાવી દીધી. જો કે, આગ લગાવવાના કારણને લઈને આરોપી પોતાનું નિવેદન સતત બદલી રહ્યો છે એટલે પૂરી તપાસ બાદ જ પોલીસ આ વિષય પર કોઈ પરિણામ પર પહોંચી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp