'3 લાખ આપો, 16 વર્ષની બહેનને મહિના માટે લઈ જાઓ' કંઈપણ કરો, MPમાં દીકરીનો સોદો!

PC: zeenews.india.com

મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં માસૂમ છોકરીઓની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મીડિયા સૂત્રો દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં આ વાતનો ખુલાસો થયો છે. જેઓ દીકરીઓનો સોદો કરે છે તે તેના સગા સબંધીઓ જ હોય છે. બ્રોકરે જણાવ્યું કે, આ સોદો કોરા કાગળ અથવા સ્ટેમ્પ પેપર પર થતો હોય છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં 12 વર્ષની માસૂમ બાળકી પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી ઉજ્જૈન સહિત સમગ્ર રાજ્યમાં ગુસ્સો છે. બીજી તરફ રાજ્યના ઘણા જિલ્લા એવા પણ છે જ્યાં દીકરીઓનો વેપાર થતો હોય છે. પૈસાની લાલચે માસુમ દીકરીઓનો વેપાર કરવામાં આવે છે. નીમચ જિલ્લાના ઘણા ગામોમાં સંબંધોને શરમજનક બનાવતા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મીડિયા સૂત્રો દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે, કેવી રીતે સંબંધીઓ પૈસા માટે માસુમ છોકરીઓને વેચી દે છે.

હકીકતમાં, મીડિયા સૂત્રો દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન મુજબ, રાજ્યના નીમચ જિલ્લામાં દીકરીઓનો વેપાર થાય છે. અહીં સગા સંબંધીઓ પૈસાની લાલચે તેમની બહેનો અને દીકરીઓનો વેપાર કરતા હોય છે. નીમચ જિલ્લાના ઘણા ગામોમાં દીકરીઓનો વેપાર થાય છે. સ્ટિંગ ઓપરેશન મુજબ, નીમચ જિલ્લાના બરખેડી અને બરદિયા ગામમાં લોકો મોટી રકમ લઈને પોતાની દીકરીઓનો વેપાર કરતા હોય છે.

સ્ટિંગ અનુસાર, વિજય નામનો વ્યક્તિ તેની બહેનનો સોદો કરવા માંગે છે. તેણે જણાવ્યું કે, તેણે તેની બહેનની કિંમત એક મહિના માટે 3 લાખ રૂપિયા નક્કી કરી છે. તેની ઉંમર 16 વર્ષની છે. તેણે કહ્યું કે, સોદો કરતા પહેલા એક કરાર લખવામાં આવે છે. આ કરારમાં લખેલું હોય છે કે, છોકરીને કેટલા દિવસ માટે ઉધાર આપવામાં આવે છે. સમય પૂરો થયા પછી છોકરીને પછી આપવાની રહેશે. સોદો કોરા કાગળ અથવા સ્ટેમ્પ પેપર પર થાય છે. આ સમય દરમિયાન, છોકરી સાથે કંઈપણ કરવાની તેમને છૂટ આપવામાં આવે છે.

નીમચ જિલ્લાના બરદિયા ગામમાં એક દલાલે દીકરીઓના સોદાને લઈને અનેક ખુલાસા કર્યા. બ્રોકરે જણાવ્યું કે, જે દીકરીઓનો વેપાર થતો હોય છે તેમની ઉંમર 15 થી 16 વર્ષની હોય છે. તેણે કહ્યું કે, દીકરીઓના સગા સંબંધીઓ જ સોદા કરતા હોય છે. ઘણી વખત માતા-પિતા અને માસી પણ આ સોદો કરવામાં સામેલ હોય છે. તેઓ છોકરીઓ માટે 1 વર્ષ સુધીનો પણ સોદો કરતા હોય છે. તેના બદલે તેમને 6 થી 7 લાખ રૂપિયા મળતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp