‘સ્પેશિયલ સ્ટેટસ નહીં તો..’, નીતિશ કુમારે મોદી સરકાર સામે કેમ રાખ્યા 2 વિકલ્પ?
બિહારના વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ફરી એક વખત ગરમાઈ ગયો છે. જનતા દળ યુનાઈટેડ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની શનિવારે દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સામે ફરીથી આ માગ રાખી દીધી છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે, બિહારને આર્થિક રૂપે વિકસિત કરવા માટે આ વિશેષ દરજ્જો મળવો જરૂરી થઈ ગયો છે. જો કે, નીતિશ કુમારે કેન્દ્ર સામે થોડું સોફ્ટ રમત રમતા વખત 2 વિકલ્પ રાખ્યા છે.
તેમણે મોદી સરકારને કહ્યું કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ, પરંતુ સ્પેશિયલ સ્ટેટસ ન મળે તો વિશેષ પેકેજ મળી જાય તો પણ સારું રહેશે. નીતિશ કુમારે કેન્દ્ર સામે 2 વિકલ્પ કેમ રાખ્યા, તેને લઈને રાજનીતિક ગલિયારામાં ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજ્યસભાના સાંસદ સંજય ઝાને નીતિશે પાર્ટીના કાર્યકારિણી અધ્યક્ષ પણ બનાવ્યા. સંજય ઝા એવા નેતા છે જેમનું બેકગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી (BJP)નું રહ્યું છે.
તેમની ભાજપના ઘણા નેતાઓ સાથેની નજીકતાની ચર્ચા પણ થતી રહે છે. આ વર્ષે INDIA ગઠબંધનથી JDUની NDAમાં વાપસી કરાવવામાં સંજય ઝાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. નીતિશ કુમારે તેમને નંબર 2ના નેતા બનાવીને સંકેત આપ્યા છે કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ તેઓ ભાજપ સાથે કોઈ તકરાર ઇચ્છતા નથી. કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ સંજય ઝાએ સ્પષ્ટ પણ કર્યું કે, JDU, NDAમાં બનેલી રહેશે. બીજી તરફ વિશેષ રાજ્યના દરજ્જાની માગ JDU લાંબા સમયથી કરી રહી છે. 6 મહિના અગાઉ જ્યારે નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની અંદર મહાગઠબંધનની સરકાર હતી, ત્યારે રાજ્ય કેબિનેટે સ્પેશિયલ સ્ટેટસનો પ્રસ્તાવ મંજૂર કરીને કેન્દ્રને મોકલ્યો હતો.
જો કે, ત્યારબાદ નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં પાછા જતા રહ્યા. હવે તેમના પર ફરીથી પોતાની કેબિનેટથી એવો જ પ્રસ્તાવ મંજૂર કરીને કેન્દ્રને મોકલવાનો દબાવ બની રહ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશ શનિવારે નીતિશ કુમાર પાસે આ માગ પણ કરી દીધી. માનવામાં આવે છે કે નીતિશ કુમારને આશંકા હતી કે વિશેષ રાજ્યના દરજ્જાની માગ પર ભાજપ અને JDUમાં ટકરાવની સ્થિતિ બની શકે છે. તેને જોતા તેમણે મોદી સરકાર સામે 2 વિકલ્પ રાખી દીધા.
જો સ્પેશિયલ સ્ટેટસ ન આપવું હોય તો કેન્દ્ર બિહારને વિશેષ પેકેજ જ આપે. તેનાથી ઘણા અવસર પર વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી ઇનકાર કરી ચૂકેલી મોદી સરકાર માટે પણ સરળતા હશે. તો વિશેષ પેકેજ મળે છે તો JDU પણ ખૂલીને કહી શકશે કે તેમણે કેન્દ્ર પાસે પોતાની માગ મનાવી લીધી. સાથે જ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને JDU બંને જ પાર્ટીઓ મળીને જનતાને પોતાની ઉપલબ્ધિ બતાવી શકશે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ગયા મહિને પટના પહોંચેલા નાણાં મંત્રી નિર્મલા સીતા રમણે કહ્યું હતું કે જો કોઈ રાજ્યને વિશેષ દરજ્જો આપવો હોય તો પહેલા કેન્દ્રીય નાણાં પંચના રિપોર્ટમાં તેનું સૂચન આવવું જોઈએ. ત્યારે કેન્દ્ર સરાકર આ બાબતે આગળ વિચાર કરશે. અત્યાર સુધી નાણાં પંચ તરફ્થી એવું કોઈ સૂચન આવ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને 1.25 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આગામી બિહાર ચૂંટણી અગાઉ પણ મોદી સરકાર એવી જ રીતે એક મોટા પેકેજની જાહેરાત કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp