10 બાળકો પેદા કરે છે, વિશ્વની વધતી વસ્તી માટે મુસ્લિમો જવાબદાર છે: IAS નિયાઝ ખાન
મધ્યપ્રદેશના પ્રખ્યાત IAS ઓફિસર નિયાઝ ખાને મૌલવી અને મદરસા સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. આ વખતે તેણે ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તીને નિશાન બનાવી છે. IAS ઓફિસર નિયાઝ ખાન અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને પોસ્ટ્સને કારણે સમાચારમાં છવાયેલા રહે છે. ફરી એકવાર નિયાઝ ખાન X પર તેની પોસ્ટ માટે હેડલાઇન્સમાં છવાયેલા છે. હકીકતમાં IAS ઓફિસર નિયાઝ ખાને મુસ્લિમ વસ્તી પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, વિશ્વમાં જે રીતે મુસ્લિમોની વસ્તી વધી રહી છે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે. આફ્રિકામાં તો દસ-દસ બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આપણા દેશમાં પણ નીચલા વર્ગમાં આવી જ સ્થિતિ છે. નિયાઝ ખાને મૌલવી-મદરેસાઓના શિક્ષણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આના કારણે મુસ્લિમો તાર્કિક રીતે વિચારી શકતા નથી. માત્ર યોગ્ય શિક્ષણ જ તેને નિયંત્રિત કરી શકે છે.
मुस्लिम भाई भी गौ रक्षक बनें, धर्म परिवर्तन का विरोध करें, किसी का धर्म ना बदलवाएं। जबरन धर्म बदलवाना इस्लाम में प्रतिबंधित है। अगर शाकाहार अपना सकें तो यह एक बेहतरीन प्रयास होगा। यद्यपि शाकाहारी बनने को बाध्य नही किया जा सकता। हर मुस्लिम भाई #ब्राह्मणों से मधुर संबंध रखें।
— Niyaz Khan (@saifasa) June 8, 2023
આ પહેલીવાર નથી જ્યારે IAS નિયાઝ ખાને આ પ્રકારનું ટ્વીટ કે નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેમણે MPમાં ચાલી રહેલા ધર્માંતરણ વિવાદ પર મુસ્લિમોને સલાહ આપી હતી. તેમણે મુસ્લિમોને ગાયો પાળવાની અપીલ કરી હતી અને શાકાહારી બનવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, તમારે કોઈને પણ ધર્મ બદલવા માટે દબાણ ન કરવું જોઈએ.
दुनियां में जिस तरह मुस्लिम आबादी बढ़ी है उसने बड़ी समस्या पैदा करदी है। अफ़्रीका में तो दस दस बच्चे हो रहे हैं।हमारे देश में भी निचले तबके में यही हाल है। जबतक मोलबी-मदरसा सिस्टम चलेगा तार्किक सोंच नहीं आयेगी। केवल सही शिक्षा ही इसे नियंत्रण कर सकती है। https://t.co/uh4rna7Vyg
— Niyaz Khan (@saifasa) July 18, 2024
તાજેતરમાં તેમણે બ્રાહ્મણોના ઈતિહાસ પર પુસ્તક લખીને ભારે ચર્ચા જગાવી છે. નિયાઝ ખાને અત્યાર સુધીમાં આઠ નવલકથાઓ પ્રકાશિત કરી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલ તેમના પુસ્તક 'બ્રાહ્મણ ધ ગ્રેટ'એ ઘણી હેડલાઈન્સ બનાવી છે. આમાં તેમણે લખ્યું છે કે, બ્રાહ્મણો સુપર બ્રેઈન ધરાવે છે, તેમણે કહ્યું કે, જો બ્રાહ્મણોને દરેક ક્ષેત્રમાં બૌદ્ધિક નેતૃત્વ આપવામાં આવે અને સલાહકાર બનાવવામાં આવે તો દેશની અંદર સ્થિતિ સુધરી શકે છે. ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. નિયાઝ ખાને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની રિલીઝ વખતે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ પછી સરકારે તેમને કારણ બતાવો નોટિસ મોકલી આપી હતી. હવે તેણે પોતાના ટ્વિટર બાયોમાંથી IAS પણ હટાવી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp