26th January selfie contest

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકરનું 63 વર્ષની વયે નિધન

PC: indianexpress.com

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકરનું 63 વર્ષની વયે રવિવારે સાંજે નિધન થયું છે.તેઓ પેન્ક્રિયાટિક કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ગોવામાં એક આરએસએસ પ્રચારકથી લઇને મુખ્યપ્રધાન અને દેશના ડિફેન્સ મિનિસ્ટરના પદ સુધી પહોંચનારા પરિકરના નિધન પછી સૌથી પહેલી શ્રદ્ધાજલી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી છે.

આઇઆઇટી મુંબઇથી મેટલર્જીમાં એન્જિનિયરીંગ કરનાર પરિકર એક ટેક્નોક્રેટ પોલિટીશિયન હતા. તેઓ સ્પષ્ટવક્તા અને સારા એડમિનિસ્ટ્રેટર હતા. ફેબ્રુઆરી 2018માં તેમના એડવાન્સ સ્ટેજનું કેંસર છે તેવું નિદાન થયું હતું. ત્યાર પછી મુંબઇ, દિલ્હી અને ન્યૂયોર્ક સુધી તેમની સારવાર કરાવાઇ હતી. ત્યાંથી સારવાર લઇને આવ્યા પછી તેઓ નાકમાં નળી સાથે મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવી રહ્યા હતા. મુખ્યમંત્રી હોવા છતાં તેમની સાદાઇના દાખલા આપવામાં આવતા હતા. એક રાજકારણી તરીકે તેમની સ્વચ્છ છબિ હતી. ગોવામાં ભાજપ પાર્ટીને સત્તા સુધી લાવવામાં તેમનો મોટો ફાળો હતો એટલે જ ગોવામાં ગત ચૂંટણી પછી કોંગ્રેસ સામે ટક્કર લેવા માટે તેમને દિલ્હીથી ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી પરત ગોવા મોકલવામાં આવ્યા હતા. જોકે, હાલમાં ફરી કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp