ગોવા લિવિંગ વિલ લાગુ કરનાર પ્રથમ રાજ્ય,હાઈકોર્ટના જજે કરાવ્યું રજિસ્ટ્રેશન

PC: ibc24.in

ગોવા દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જ્યાં લિવિંગ વિલ અમલમાં આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ M. S. સોનકે 'એન્ડ ઓફ લાઈફ કેર વિલ', જેને લિવિંગ વિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે M. S. સોનક લિવિંગ વિલનો અમલ કરનાર પ્રથમ જજ બની ગયા છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને ગોવા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA)ની ગોવા શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ સોનકે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ અવસર છે. આપણે બધા આપણું જીવન જીવવામાં ખૂબ જ વ્યસ્ત છીએ, અને તેનાથી આપણને જીવનના અંતના મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે ભાગ્યે જ સમય મળે છે…, જે અત્યંત આવશ્યક છે, અને જેના માટે આપણે થોડી અગાઉથી તૈયારી શરૂ કરવી જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, દેશની સર્વોચ્ચ અદાલતે 2018માં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને કાયદેસર ઠેરવ્યું હતું, જો વ્યક્તિ પાસે 'લિવિંગ વિલ' અથવા લેખિત દસ્તાવેજ હોય ,જે સ્પષ્ટ કરે છે કે જો તે વ્યક્તિ ભવિષ્યમાં તેના પોતાના તબીબી નિર્ણયો લેવામાં અસમર્થ હોય તો તે શું કરશે. જો તે અસમર્થ હોય તો તેણે શું પગલાં લેવા જોઈએ? સર્વોચ્ચ અદાલતે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને મંજૂરી આપી હતી, જ્યારે જેનો ઈલાજ શક્ય નથી તેવા બીમાર દર્દીઓની જીવંત ઇચ્છા (લિવિંગ વિલ)ને માન્યતા આપી હતી, જેઓ કાયમી રીતે બેભાન અવસ્થાની સ્થિતિમાં જઈ શકે છે અને પ્રક્રિયાને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા બહાર પાડી હતી.

ત્યારપછી, 2023માં, સુપ્રીમ કોર્ટે લિવિંગ વિલ માટેની કેટલીક વર્તમાન માર્ગદર્શિકામાં ફેરફાર કરીને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયાને સરળ બનાવી. જસ્ટિસ સોનકે કહ્યું કે, ગોવા એ પહેલું રાજ્ય છે, જેણે અમુક અંશે સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પડાયેલા નિર્દેશોના અમલીકરણને ઔપચારિક બનાવ્યું છે. આ એક શરૂઆત હશે અને કેટલાક પ્રારંભિક મુદ્દાઓ હશે તેને દૂર કરવામાં આવશે.

હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું છે કે, પ્રથમ પગલું યોગ્ય દિશામાં લેવામાં આવ્યું છે. આ પ્રસંગે એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ્સ પર એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ્સનો અમલ અને સંચાલન કરનાર ગોવા પ્રથમ રાજ્ય છે. માર્ગદર્શિકા અનુસાર, જે વ્યક્તિ પોતાનું વિલ બનાવવા માંગે છે, તેણે તેને બે સાક્ષીઓની હાજરીમાં સંદર્ભ ફોર્મેટ મુજબ તૈયાર કરવું પડશે. ગોવા મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ અને કેન્સર સર્જન ડૉ.શેખર સાલકરે કહ્યું છે કે, આજનો દિવસ મારા માટે ભાવનાત્મક દિવસ છે. મારા પિતાનું માર્ચ 2007માં અવસાન થયું. તેમને બે વખત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેમના પિતા વિશે તેમણે કહ્યું કે, જ્યારે તેમને ત્રીજી વખત વેન્ટિલેટર પર રાખવાના હતા, ત્યારે મને લાગ્યું કે, તેનાથી તેમને કોઈ ફાયદો થશે નહીં. મારે નિર્ણય લેવાનો હતો. તેથી, મેં મારા ભાઈ-બહેનોની સલાહ લીધી અને તેમને સમજાવ્યું કે, તેમને ઘરે લઈ જવાનું વધુ સારું રહેશે. મને લાગે છે કે, તે સમયે મેં લીધેલો આ શ્રેષ્ઠ નિર્ણય હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp