ગોવામાં ગોબી મન્ચુરિયન પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

PC: vogue.in

ગોવામાં ગોબી મન્ચૂરિયનને લઈને હોબાળો મચ્યો છે. અહીં હવે કોઈ પણ ગોબી મન્ચૂરિયનનો લુપ્ત ઉઠાવી નહીં શકે. અહી દુકાનદાર કે લારીવાળા હવે લોકોને ગોબી મન્ચૂરિયન નહીં પીરસી શકે કેમ કે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગયા મહિને માપુસા નગર પરિષદના કોર્પોરેટર તારક અરોલકારે બોડગેશ્વર મંદિર જાત્રા (ભોજન)માં ગોબી મન્ચૂરિયન પર પ્રતિબંધ લગવાવાનું સૂચન કર્યું હતું. જેના પર બાકી કોર્પોરેટરોએ સહમતી વ્યક્ત કરી હતી.

વિપક્ષે પણ કોર્પોરેટર તારક અરોલકરના નિર્ણયનું સમર્થન કર્યું હતું, ત્યારબાદ ફૂડમાં ગોબી મન્ચૂરિયન ડિશ પીરસવામાં આવી નહોતી. તેની પાછળનું કારણ બતાવ્યું કે, ગોબી મન્ચૂરિયન સ્વાસ્થ્ય માટે સારું નથી. પહેલું કારણ તો તેને બનાવવાની રીત સાથે જોડાયેલું છે. ચોકસાઇને બીજું સૌથી મોટું કારણ બતાવ્યું છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેને બનાવવા માટે સેન્થેટિક કલરનો ઉપયોગ થાય છે. આ રંગોની મદદથી તેનો રંગ લાલ કરવામાં આવે છે.

જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ગોબી મન્ચૂરિયન પર બેનનો પ્રસ્તાવ પાસ થતા જ તેની અસર દેખાવા લાગી. બોડગેશ્વર જાત્રામાં ખાવા-પીવાની ઘણી બધી વસ્તુ સામેલ કરવામાં આવે છે, પરંતુ MMCની હિટ લિસ્ટમાં ગોબી મન્ચૂરિયન હતું. ગોવામાં મન્ચૂરિયન પહેલી એવી ડિશ નથી, જેના પર પ્રતિબંધ લાગ્યો છે. આ અગાઉ પણ ઘણી બધી લોકપ્રિય ફ્યૂજન ડિશ પર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વર્ષ 2022માં પણ ગોબી મન્ચૂરિયન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જેના પર ફૂડ લવર્સ અને બહારથી આવતા ટૂરિસ્ટોએ હેરાની વ્યક્ત કરી હતી. આ નિર્ણય બાદ દુકાનદારો અને લારીવાળા ખુશ નથી. તેમનું કહેવું છે કે સમજ આવતી નથી કે, કેટલાક લોકોના કારણે બધાને નિશાનો કેમ બનાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અધિકારીઓએ તેમને પણ ગોબી મન્ચૂરિયન વેચવાની ના પાડી છે. તો FDAમાં વરિષ્ઠ ખાદ્ય સુરક્ષા અધિકારીનું કહેવું છે કે ગોબી મન્ચૂરિયનમાં ખરાબ ચટણી પીરસાય છે. એ સિવાય તેને વધુ સમય સુધી કુરકુરા બનાવી રાખવા માટે હાનિકારક કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ગોવામાં ગોબી મન્ચૂરિયન વિવાદ શું ટ્રેન્ડ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp