સોના અને ચાંદી થયા સસ્તા, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

PC: indiatimes.com

પાછલા દિવસોમાં સોના અને ચાંદી બંનેના ભાવોમાં ઉછાળો જોવામાં આવ્યો હતો. સોનું મોંઘુ થયું હતું. તો ચાંદીની કિંમતો પણ વધી હતી. જોકે, હવે આ બંનેની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. એમસીએક્સ એક્સચેંજ પર સોના અને ચાંદીના ભાવ લાલ નિશાને ટ્રેડ કરી રહ્યા છે. એક સમયે સોનું 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારાના ભાવ પર પહોંચી ગયું હતું. જે હવે 58,000 રૂ.ની નજીક પહોંચી રહ્યા છે.

MCX પર મંગળવારે સવારે 5 ઓક્ટોબર 2023ના રોજ ડિલીવરી વાળું ગોલ્ડ ઘટાડાની સાથે 58616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. તો 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલીવરીવાળું સોનું આજે ઘટાડાની સાથે 59162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. જે સોમવારે સાંજે 59215 રૂ.એ બંધ થયું હતું.

ચાંદીની કિંમત

ચાંદીના ભાવમાં પણ મંગળવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર મંગળવારે સવારે 5 ડિસેમ્બર 2023ની ડિલીવરીવાળી ચાંદીની કિંમત ઘટાડાની સાથે 71961 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઓપન થઇ છે. જે સોમવારે સાંજે 72150 રૂ.એ બંધ થઇ હતી. તો 5 માર્ચ 2024ના રોજ ડિલીવરી વાળી ચાંદીનો ભાવ 73252 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી છે.

સોનાનો વૈશ્વિક ભાવ

સોનાની વૈશ્વિક કિંમતોમાં પણ મંગળવારે ઘટાડો જોવામાં આવ્યો. કોમેક્સ પર સોનાનો વૈશ્વિક વાયદો ભાવ 0.24 ટકા કે 4.60 ડૉલરના ઘટાડાની સાથે 1932 ડૉલર પ્રતિ ઓંસ પર ટ્રેડ થતો દેખાયો. તો સોનાનો વૈશ્વિક હાજિર ભાવ 1913.61 ડૉલર પ્રતિ ઓંસ પર ટ્રેડ થતો દેખાયો.

ચાંદીનો વૈશ્વિક ભાવ

કોમેક્સ પર ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવમાં મંગળવારે ઘટાડો નોંધાયો. કોમેક્સ પર મંગળવારે સવારે ચાંદી 0.66 ટકા એટલે કે 0.15 ડૉલરના ઘટાડાની સાથે 23.23 ડૉલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરતો દેખાયો. ચાંદીની વૈશ્વિક હાજીર કિંમત પણ ઘટી 22.97 ડૉલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરતી જોવા મળી.

સોના અને ચાંદીમાં સોમવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે પણ એમસીએક્સ એક્સચેંજ પર ગોલ્ડ અને સિલ્વર ઘટાડાની સાથે ખુલ્યા હતા. આખો દિવસ તેમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, ગયા અઠવાડિયે ગોલ્ડ અને સિલ્વર બંનેના ભાવોમાં તેજી જોવા મળી હતી.

નોંધ- અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. આ રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ લો. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp