સોનાના ભાવમાં 4500 રૂપિયાનો ઉછાળો, શું ભાવ 1 લાખ સુધી પહોંચશે?

PC: businesstoday.in

લગ્નસરાંની સીઝનની શરૂઆત પહેલા જ સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઝડપથી વધી રહ્યો છે. માત્ર 7 ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવ 4580 રૂપિયા વધી ગયા છે. જ્યારે ચાંદીની કિંમતમાં 7973 રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે દેશભરમાં સોનાનો સરેરાશ ભાવ 10 ગ્રામ દીઠ 71832 અને ચાંદીનો ભાવ કિલો દીઠ 82100 રૂપિયા પર બંધ રહ્યો હતો.

બુધવારે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે 24 કેરેટ સોનું 7205 પ્રતિ ગ્રામના ભાવે ખુલ્યું હતું, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 82468 રૂપિયા હતી. સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે દિલ્હીમાં સોનાનો ભાવ 140 રૂપિયા વધીને 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, જ્યારે સોમવારે સોનું 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા જ પીળી ધાતુ મોંઘી થઈ ગઈ છે. સાત દિવસમાં સોનાની કિંમતમાં 4580 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. દિલ્હીમાં ચાંદીના ભાવની વાત કરીએ તો તે 84,500 રૂપિયા પ્રતિ કિલોના નવા રેકોર્ડ પર છે, જ્યારે સોમવારે પહેલીવાર ચાંદી 84,000 રૂપિયા પાર કરી ગઈ હતી.

HDFC સિક્યોરિટીઝના એક્સપર્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે વિદેશી બજારોમાં મજબૂતીના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. દિલ્હીના બજારોમાં 24 કેરેટ સોનાની હાજર કિંમત 7205 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ રૂ. 300 વધુ હતી. વૈશ્વિક બજારમાં સોનાનો દર ઔંસ દીઠ 2,350 ડોલર રહ્યો હતો.

મુથુટ ફાઇનાન્સે ગોલ્ડ રેટ અંગે ટાર્ગેટ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સોનાની કિંમતમાં આ વધારો આગળ પણ ચાલુ રહેશે અને વર્ષ 2029 સુધીમાં સોનાની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી જશે અને 1,01,786 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે. વર્ષ 2028માં સોનાની કિંમત 92,739 રૂપિયા અને વર્ષ 2030માં સોનાની કિંમત 1,11,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, સોનામા રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp