વડીલો માટે ખુશખબર, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી ઉપરના દરેકની સારવાર કરાશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. ગુરુવારે, તેમણે કહ્યું કે, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભા ચૂંટણી સમયે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું. લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થયું છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુરુવારે સંસદ ભવનમાં કહ્યું કે, નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ. એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. 20 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ સાથે અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે.
મેનિફેસ્ટો બહાર પાડતી વખતે PM નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'વૃદ્ધોની સૌથી મોટી ચિંતા એ છે કે, તેઓ તેમના રોગની સારવાર કેવી રીતે મેળવશે. મધ્યમ વર્ગ માટે આ ચિંતા વધુ ગંભીર છે. BJPએ હવે સંકલ્પ કર્યો છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે.'
BJP મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે વૃદ્ધોને આવરી લેવા અને તેમને મફત અને સારી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરીશું.' નાણાકીય વર્ષ 2019ના બજેટ દરમિયાન તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે, જે હેઠળ હાલમાં 5 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ 'MY Bharat'નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને વધુ વધારવા માટે સરકારે 'મેરા યુવા ભારત- MY Bharat' અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ યુવાનોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે.
આ સિવાય રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, આજે ભારત ઘણા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. જો ભારત ડિજિટલ પેમેન્ટના સંદર્ભમાં વિશ્વમાં સારું પ્રદર્શન કરે છે, તો આપણને ગર્વ થવો જોઈએ. જો ભારતીય વૈજ્ઞાનિકો ચંદ્રની દક્ષિણ બાજુએ ચંદ્રયાનને સફળતાપૂર્વક લેન્ડ કરે છે, તો આપણને ગર્વ થવો જોઈએ. જો ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની જાય તો આપણને ગર્વ થવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp