PM મોદીને લઈને AI ચેટબોટે એવી શું ભૂલ કરી દીધી કે ગૂગલે માગવી પડી માફી

PC: thehindubusinessline.com

ગૂગલે પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) ચેટ બોટ જેમિની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપવામાં આવેલી આપત્તિજનક પ્રતિક્રિયા માટે માફી માગવી પડી છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, IT અને સૂચના ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે ગૂગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફી માગતા કહ્યું છે કે રાજનીતિક વિષયો માટે તેમનું પ્લેટફોર્મ જેમિની ભરોસાપાત્ર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પૂછવામાં આવેલા સવાલ પર જેમિનીની આપત્તિજનક પ્રતિક્રિયાને લઈને ભારત સરકારે ગૂગલને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે ગૂગલને ચેતવણી આપી હતી કે જેમિની જે પ્રકારે જવાબ આપી રહ્યું છે, તે ITના નિયમ 3 (1) (B) અને ગુનાહિત કાયદાના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે, એક યુઝરે ટ્વીટર પર એક પોસ્ટ ફોરવર્ડ કરી હતી. તેમાં તેણે એક સવાલના જવાબમાં ગૂગલ AI દ્વારા આપવામાં આવેલો જવાબ દેખાડ્યો હતો અને કહ્યું હતું કે સરકારે તેને ધ્યાનમાં લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે એમ પણ કહ્યું છે કે આ પ્લેટફોર્મને ભારતમાં ચલાવવા માટે મંજૂરી લેવી પડશે.

એ સિવાય ઘણા યુઝર્સે પણ AI ચેટબોટ પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેના પર જે ચિત્ર બનાવવામાં આવે છે, તે પણ ઐતિહાસિક રૂપે ખોટા છે. તેના પર પક્ષપાતપૂર્ણ સામગ્રી વધારે નજરે પડે છે. ગુગલના CEO સુંદર પિચાઇએ પણ તેના પર સંજ્ઞાન લીધા બાદ કહ્યું હતું કે, કંપનીને પણ તે ખોટું હોવાનું જાણવા મળ્યું છે. એક યુઝરે ગૂગલના AI ચેટ બોટને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ફાંસીવાદી છે? તેના જવાબમાં જેમિનીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભારતીય જનતા પાર્ટના નેતા છે. તેના પર આ પ્રકારની નીતિઓ લાગૂ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. કેટલાક જાણકારોએ તેમને ફાંસીવાદી બતાવ્યા છે. આરોપ ઘણા પહેલુંઓ પર આધારિત છે, જેમાં હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ સામેલ છે.

એટલું જ નહીં યુઝરે મોદી સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાબતે એક એવો જ સવાલ પૂછ્યો, જેમિનીએ ત્રણેય બાબતે જે જવાબ આપ્યા, એ તેની પક્ષપાતપૂર્ણ ટ્રેનિંગ બતાવે છે. જેમિનીએ વડાપ્રધાન મોદી બાબતે વિવાદિત જવાબ આપ્યો, જ્યારે ઝેલેન્સ્કીના મામલે કહ્યું કે, આ મુશ્કેલ સવાલ છે. તો ટ્રમ્પ બાબતે જવાબ આપવા પર જેમિનીની બોલતી બંધ થઈ ગઈ અને કહ્યું કે સ્પષ્ટ જાણકારી માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp