જાણીતી કંપનીમાં નોકરી મળી,છોકરી ખુશ થઈ,પણ એટલું કામ મળ્યું કે 4 મહિનામાં જીવ ગયો
અન્ના સેબેસ્ટિયન પેરાયિલે 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પરીક્ષા પાસ કરી અને માર્ચ 2024માં અર્ન્સ્ટ એન્ડ યંગના પુણે યુનિટમાં કામ કરવાનું શરૂ કર્યું. અન્નાની માતાનો આરોપ છે કે, તેને અહીં કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો હતો કે, તેનું 26 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.
અર્ન્સ્ટ એન્ડ યંગ (EY પુણે)ના પુણે યુનિટમાં કામ કરતી 26 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અન્ના સેબેસ્ટિયન પેરાયિલનું અવસાન થયું. તેના પરિવારજનોએ આ કંપની પર તેમની પુત્રીને મૃત્યુના આરે પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અન્નાની માતા અનીતા ઓગસ્ટિનનો આરોપ છે કે, કંપનીએ તેને 'વધારે કામનો બોજો' નાખી દીધો હતો, જેના કારણે તેની પુત્રીએ જીવ ગુમાવ્યો હતો.
આ કંપની વિશ્વની ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ કંપનીઓમાંની એક છે. ઓગસ્ટીને કંપનીના ઈન્ડિયા યુનિટના વડા રાજીવ મેમાણીને એક E-mail લખ્યો છે, જેમાં તેણે 'ઓવરલોડ વર્કના વખાણ કરવા' માટે ફર્મની ટીકા કરી હતી અને આરોપ મૂક્યો હતો કે, કંપનીના માનવાધિકાર મૂલ્યો તેની પુત્રીના મૂલ્યોથી તદ્દન વિપરીત છે, જે તેની પુત્રીએ સહન કરવું પડ્યું.
અન્નાએ 2023માં CAની પરીક્ષા પાસ કરી અને માર્ચ 2024માં EY પુણેમાં કામ કરવાનું શરૂ કર્યું. આ તેમની પ્રથમ નોકરી હોવાથી, તેમણે 'અપેક્ષાઓ પૂરી કરવા માટે સખત મહેનત કરી', પરંતુ આ પ્રયાસે તેમના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરી. તેની માતાના જણાવ્યા અનુસાર, 'જોડાયા પછી તરત જ તેણે ચિંતા અને તણાવને કારણે અનિદ્રાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું. પરંતુ સખત મહેનતને જ સફળતાનો માર્ગ માનીને તેણે પોતાની જાતને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું.
પેરાયિલની માતાએ દાવો કર્યો હતો કે, ઘણા 'કર્મચારીઓએ ભારે વર્કલોડને કારણે રાજીનામું આપ્યું હતું', તેથી તેમની પુત્રીના બોસે તેમના કામનું ભારણ વધાર્યું હતું. ઓગસ્ટિને કહ્યું, 'તેમના મેનેજર ઘણીવાર ક્રિકેટ મેચો દરમિયાન મીટિંગ્સને ફરીથી શેડ્યૂલ કરી દેતા હતા અને દિવસના અંતે તેને કામ સોંપતા હતા, જેનાથી તેના તણાવમાં વધારો થતો હતો. ઓફિસની એક પાર્ટીમાં, એક વરિષ્ઠ અધિકારી નેતાએ મજાક પણ કરી કે, તેને તેના મેનેજરના હાથ નીચે કામ કરવાની મુશ્કેલી હશે, જે કમનસીબે વાસ્તવિકતા બની ગઈ અને તે તેનાથી તે બચી શકી નહીં.'
તેણે એમ પણ કહ્યું કે તેની પુત્રી 'મોડી રાત સુધી અને સપ્તાહના અંતે પણ' કામ કરતી હતી. તેમણે તેમની પુત્રીની બગડતી સ્થિતિ વિશે કહ્યું, 'અન્ના સંપૂર્ણપણે થાકીને તેના રૂમમાં પાછી ફરતી હતી, કેટલીકવાર તે કપડાં બદલ્યા વિના જ પલંગ પર જઈને સુઈ જતી હતી. તે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, સમયમર્યાદાને પહોંચી વળવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહી હતી. તે દરેક ક્ષેત્રમાં પુરા દમખમથી લાડવા વાળી હતી અને સરળતાથી હાર માને તેવી ન હતી. અમે તેને તેની નોકરી છોડવા માટે કહ્યું, પરંતુ તે શીખવા અને નવો અનુભવ મેળવવા માંગતી હતી. જો કે, આ કામનું અતિશય દબાણ તેના માટે પણ ઘાતક સાબિત થયું અને એક દિવસ તેણે પોતાનો જીવ ગુમાવ્યો.'
Heartbreaking news from EY Pune - a young CA succumbed to the work pressure and nobody from EY even attended her funeral - this is so appalling and nasty!!! pic.twitter.com/pt8ThUKiNR
— Malavika Rao (@kaay_rao) September 17, 2024
અન્નાના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ E-mailમાં જણાવવામાં આવ્યું છે કે, તેના મૃત્યુના થોડા અઠવાડિયા પહેલા પેરાઈલ 'છાતી જકડાઈ' જવાની ફરિયાદ કરી રહી હતી. ‘અમે તેને પુણેની હોસ્પિટલમાં લઈ ગયા. તેમનો ECG નોર્મલ હતો. અમે હાર્ટ સ્પેશિયાલિસ્ટની પણ સલાહ લીધી, જેમણે અમને કહ્યું કે તેને પૂરતી ઊંઘ આવતી નથી અને તે ખૂબ જ મોડું ખાવાનું ખાતી હતી.' જો કે, એન્નાનું 20 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું.
અન્નાના મૃત્યુ અને તેની માતા ઓગસ્ટિનના આ પત્ર અંગે કંપની તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. યુવતીના મૃત્યુની આસપાસના ચોક્કસ સંજોગો પણ આ E-mailથી સ્પષ્ટ થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp