સરકારે અડધી રાત્રે ખેડૂતોને શું ગેરંટી આપી કે ખેડૂતોએ 2 દિવસ વિચારવા સમય માગ્યો

PC: deccanherald.com

સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક પૂર્ણ થઈ. બેઠક દરમિયાન સરકારે ખેડૂતો માટે MSP સાથે જોડાયેલો એક નવો પ્રસ્તાવ અને 5 વર્ષનો એક પ્લાન રજૂ કર્યો છે. તેના પર ચર્ચા કર્યા બાદ ખેડૂત 19 ફેબ્રુઆરીએ પોતાનો ફાઇનલ જવાબ આપશે. ત્યાં સુધી ખેડૂતોએ 'દિલ્હી ચલો માર્ચ' હાલ માટે રોકી દીધી છે. આ બેઠક ચંડીગઢ સેક્ટર 26ના મહાત્મા ગાંધી રાજ્ય લોક પ્રશાસન સંસ્થામાં 18 ફેબ્રુઆરીએ રાત્રે 8:15 વાગ્યે શરૂ થઈને અડધી રાત્રે લગભગ 1:00 વાગ્યે પૂરી થઈ. બેઠકમાં ખેડૂત નેતાઓ સિવાય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જૂન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ સામેલ થયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા.

ખેડૂતોને શું પ્રસ્તાવ આપવામાં આવ્યો?

ખેડૂત નેતાઓ સાથે ચંડીગઢમાં બેઠક કરનારા 3 કેન્દ્રીય મંત્રીઓની પેનલમાં સામેલ પિયુષ ગોયલે આ અંગેની જાણકારી આપી. MSP પર દાળો, મક્કાઈ અને કપાસના પાકની ખરીદી માટે 5 વર્ષની યોજનાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. NCCF અને NAFED સમિતિઓ એ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરશે જે અડદ, મસૂર, તુવેર કે મક્કાઈ ઉગાડે છે. આગામી 5 વર્ષો સુધી તેના પાક પર MSP પર ખરીદી કરવામાં આવશે. ખરીદવાની માત્રાની કોઈ લિમિટ નહીં હોય.

આ કામ માટે એક પોર્ટલ વિકસિત કરવામાં આવશે. પિયુષ ગોયલે કહ્યું કે, આ પગલું પંજાબના ખેડૂતોને બચાવશે, ભુજળ સ્તરમાં સુધાર કરશે અને એ જમીનને ઉજ્જળ થતી બચાવશે, જે પહેલાથી સારી નથી.ભારતીય કપાસ નિગમ CCI એક કાયદાકીય સમજૂતીના માધ્યમથી 5 વર્ષ સુધી ખેડૂતો પાસેથી MSP પર કપાસ ખરીદશે. ખેડૂત નેતા પંઢેરે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક બાદ કહ્યું કે, દિલ્હી ચલો માર્ચને હાલ માટે રોકી દેવામાં આવી છે અને તેમને આશા છે કે આગામી 2 દિવસની અંદર માગોનું સમાધાન થઈ જશે.

તેમણે કહ્યું કે, અમને સકારાત્મક પરિણામની આશા છે, નહિતર અમે પોતાની દિલ્હી ચાલો માર્ચ ચાલુ રાખીશું. તો આ ફોર્મ્યૂલા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ થોડી હદ સુધી સહમત દેખાયા. તેમણે કહ્યું કે, જો પાક વિવિધાતાને અપાવવું હોય તો પછી ખેડૂતોને MSPનો ભરોસો અપાવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp