મહિલા દિન પહેલા જ રસોડાખર્ચ ઓછો કરવા મોદી સરકારની મોટી જાહેરાત

PC: indiatoday.in

સામાન્ય ચૂંટણી અગાઉ મોદી સરાકરે 9 કરોડ કરતા વધુ મહિલાઓને મોટી ભેંટ આપી છે. મોદી સરકારની કેબિનેટે ઉજ્જ્વળા યોજના હેઠળ પ્રતિ LPG સિલિન્ડર સબ્સિડીમાં રાહત એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે. આ રાહત પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા કરી દીધી હતી. આ સબ્સિડી ચાલુ નાણાકીય વર્ષ ઓક્ટોબરમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી હતી.

આ સબ્સિડી ચાલુ નાણાકીય વર્ષ માટે હતી, જે 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહી છે. હવે નવા નિર્ણય હેઠળ આ સબ્સિડીને માર્ચ 2025 સુધી માટે વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દિલ્હીમાં સંવાદદાતાઓને કહ્યું કે, મંત્રીમંડળની આર્થિક મામલાઓની સમિતિ (CCEA)એ હવે આ સબ્સિડીને 2024-25 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી લગભગ 10 કરોડ પરિવારોને લાભ થવાની આશા છે. તેના પર 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

ગત વર્ષ સુધી યોજના હેઠળ લાભાર્થીઓને 200 રૂપિયાની સબ્સિડી મળતી હતી. જો કે, ઑક્ટોબર 2023માં સબ્સિડીની રકમ 100 રૂપિયા વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી હતી. ભારત સરકાર વર્તમાનમાં લાભાર્થીઓને એક વર્ષમાં 12 રિફિલ પર આ સબ્સિડી આપે છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વળા યોજના મેં 2016માં શરૂ કરવામા આવી હતી. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોની વયસ્ક મહિલાઓને મફત LPG કનેક્શન પ્રદાન કરવામાં આવે છે.

31 ઑક્ટોબર 2023 સુધી યોજના હેઠળ 9.67 કરોડ LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે નાણાકીય વર્ષ 2023-24થી 2025-26 સુધી 3 વર્ષોમાં 75 લાખ LPG કનેક્શન જાહેર કરવા માટે યોજનાને મંજૂરી આપી દીધી છે. 75 લાખ અતિરિક્ત LPG કનેક્શનના પ્રાવધાનથી પ્રધાનમંત્રી ઉજ્જ્વળા યોજનાના લાભાર્થીઓની કુલ સંખ્યા 10.35 કરોડ થઈ જશે. આ સબ્સિડીના કારણે દેશની રાજધાની દિલ્હીમાં ઉજ્જ્વળાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરની કિંમત્ર 603 રૂપિયા છે. તો દિલ્હીની સામાન્ય ગ્રાહકો માટે સિલિન્ડરની કિંમત 903 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp