પૌત્ર થવાની ખુશીમાં દાદાએ 100 ગજનો પ્લોટ કિન્નરોને કર્યો દાન

PC: aajtak.in

હરિયાણાના રેવાડીથી એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં દાદાએ ખુશીમાં વધામણી લેવા પહોંચેલા કિન્નરોને 100 ગજનો પ્લોટ પણ ગિફ્ટ આપ્યો. કિન્નરોને મળેલી આ ગિફ્ટની ચર્ચા આખા વિસ્તરમાં થઈ રહી છે. દાદા શમશેર સિંહ વ્યવસાયે મોટા જમીનદાર છે, તેમની પાસે ઘણી બધી પૈતૃક જમીન છે. શમશેર સિંહના પુત્ર પ્રવીણ યાદવ વ્યવસાયે એડવોકેટ છે. થોડા સમય અગાઉ પ્રવીણને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ હતી.

પ્રવીણ યાદવની પત્નીએ પહેલા સંતાનના રૂપમાં પુત્રને જન્મ આપ્યો છે. આ દરમિયાન કિન્નરોએ વધામણી લેવા તેમના ઘરે પહોંચ્યા અને તેમણ ઘરમાં નાચવા-ગાવાનું શરૂ કર્યું. 10 મિનિટ નાચ-ગાન કર્યા બાદ કિન્નરોએ વધામણી માગી. તરત જ દાદા શમશેર સિંહે 100 ગજનો પ્લોટ તેમને આપી દીધો. તેમાં પરિવાર પણ સહમત હતો. પ્લોટની કિંમત 12 થી 15 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

જ્યારે શમશેર સિંહે પૂછ્યું કે, તેઓ આ પ્લોટમાં શું કરશે તો કિન્નરોએ કહ્યું કે, તેઓ પશુ રાખશે. તેના પર શમશેર સિંહે કહ્યું કે, જો ભેંસ પણ જોઈએ તો એ પણ આપી દઇશ. ઉલ્લેખનીય છે કે, કિન્નરોને આપવામાં આવેલો આ પ્લોટ ઝજ્જર રોડ પર ઇન્દિરા કોલોની અને રામસિંહપુરા વચ્ચે છે. કિન્નર સપના ગુરુ, હિના અને કોમલ, શમશેર સિંહના ઘરે પહોંચ્યા હતા. આ ઘટનાની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે.

આ પ્લોટના માધ્યમથી કિન્નર સમુદાયના સભ્યોને ન માત્ર આર્થિક સહાયતા મળશે, પરંતુ તેમને સામાજ્મા એક સ્થાયી સ્થાન અને સન્માન મળશે. આ પહેલ સમાજમાં સકારાત્મક અને સમાનતાની દિશામાં એક પગલું છે. એ દર્શાવે છે કે પ્રેમ, સન્માન અને ઉદારતાના માધ્યમથી આપણે બધાને સમાન અધિકાર અને માન્યતા આપી શકીએ છીએ. શમશેર સિંહની આ પહેલથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે અને એ દેખાડે છે કે એક વ્યક્તિની દયાળુતા અને ઉદારતા સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp