‘રાઉડી બેબી’ ગીત પર નાચ્યા દાદી, સુપર અમ્માનો Video જોઈ તમે પણ ખુશ થઈ જશો

PC: upvartanews.com

સોશિયલ મીડિયા પર એક દાદીના ડાંસનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પોંડીચેરીના તત્કાલીન ઉપ-રાજ્યપાલ કિરણ બેદીએ શેર કર્યો હતો. કિરણ બેદી  નગર નિગમના કર્મચારીઓ અને સ્વચ્છતા વિભાગની મહિલાઓ સાથે પોંગલનો તેહવાર ઉજવી રહ્યા હતા, તે દરમિયાન જ તેમણે ડાંસ કરતા દાદીનો વીડિયો બનાવી લીધો. આ વીડિયોને કિરણ બેદીએ તેમના ટ્વીટર અકાઉન્ટર પર શેર કર્યો છે. કિરણ બેદી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈ તમે ખુશ થઈ જશો.

શેર કરવામાં આવેલા વીડિયોમાં સાડીની ઉપર ગુલાબી રંગની ટી-શર્ટ પહેરી સ્વચ્છતા વિભાગની એક મહિલા દેખાઈ રહ્યા છે. જે પોંગલની ઉજવણી કરતા સાઉથના સ્ટાર ધનુષના ગીત ‘રાઉડી બેબી’ પર ડાંસ કરી રહ્યા છે. વીડિયોમાં મોજૂદ અન્ય મહિલાઓ પણ તે દાદીને ચીયર કરી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજાર વાર જોવામાં આવ્યો છે. ઘણાં લોકો કિરણ બેદી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પણ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક યૂઝરે કમેન્ટ લખી, સુપર અમ્મા. તો અન્ય યૂઝરે લખ્યું કે, આ વીડિયો જોઈને મને ઘણી ખુશી મળી.

આ ઉપરાંત કિરણ બેદીએ તેમના ટ્વીટર અકાઉન્ટ પરથી અન્ય તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું કે, PWD અને નગરપાલિકાના કર્મચારીઓને પોંગલ પર ગીફ્ટના રૂપમાં ટુવાલ મળ્યા તો સ્વચ્છતા વિભાગની 1500 મહિલાઓને સાડી આપવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp