લગ્ન અગાઉ દાંતોની સર્જરી કરાવવા ગયો હતો 28 વર્ષીય છોકરો, કલીનિકમાં નિધન

PC: sokolydental.com

હૈદરાબાદમાં FMS ઇન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં ડેન્ટલ પ્રોસીજર દરમિયાન એક વ્યક્તિના મોતનો કેસ સામે આવ્યો છે.  પરિવાર મુજબ, 16 ફેબ્રુઆરીએ લક્ષ્મી નારાયણ એકલો 'સ્માઇલ ડિઝાઈનિંગ' પ્રોસિજર માટે જુબલી હિલ્સ રોડ નંબર-37માં સ્થિતિ FMC ઇન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિક ગયો હતો. સાંજે જ્યારે તેનો પિતા વિંજામ રામુલુએ ફોન કર્યો તો ક્લિનિકના કર્મચારીઓએ જવાબ આપ્યો કે, તેનો દીકરો પ્રોસીજર દરમિયાન બેહોશ થઈ ગયો છે.

તેણે દાવો કર્યો કે, લક્ષ્મી નારાયણને નજીકની હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચવા પર તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જુબલી હિલ્સ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પરિવારે આરોપ લગાવ્યો કે 16 ફેબ્રુઆરીએ પ્રોસીજર દરમિયાન એનેસ્થિસિયા આપ્યા બાદ વિંજામ બેહોશ થઈ ગયો હતો. એનેસ્થિસિયાના ઓવરડોઝના કારણે તેનું મોત થઈ ગયું. જુબલી હિલ્સ પોલીસે મૃતક લક્ષ્મી નારાયણ વિંજામના પરિવારની ફરિયાદના આધારે IPCની કલમ 304-A (બેદરકારીથી મોત) હેઠળ FMS ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિક પર કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે.

પિતા વિંજામ રામુલુએ જણાવ્યું કે, તેનો દીકરો સર્જરી દરમિયાન બેભાન થઈ ગયો હતો. તેના માથામાં જરાય હલચલ ન હોવા પર ક્લિનિકના સ્ટાફે મને કોલ કર્યો અને હું તરત જ ક્લિનિક પહોંચ્યો. અમે પુત્ર લક્ષ્મી નારાયણને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. તેણે કહ્યું કે, મારા દીકરાને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી અને ડૉક્ટરો જ મોતના જવાબદાર છે. મને ખબર નહોતી કે દીકરો સર્જરી કરાવવા જઇ રહ્યો છે. પોલીસે કહ્યું કે, અમે હાલમાં હૉસ્પિટલના રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ અને ત્યાંની CCTV ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ.

શું છે સ્માઇલ સર્જરી?

ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો મોટા ભાગે સ્માઇલ સર્જરી કરાવે છે. જેથી તેમની સ્માઈલ વધુ સુંદર લાગી શકે. એ સિવાય દાંતોની સફાઇ માટે પણ સર્જરીને ફોલો કરવામાં આવે છે. ડૉક્ટરોનું કહેવું છે સમય સાથે દાંત ઢીલા અને પીળા થઈ જાય છે. એવામાં આ સર્જરીના માધ્યમથી દાંતોને ચમકદાર બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp