જાન લઈને જતો હતો વરરાજો, ત્યારે જ કાકી પોલીસ લઈને આવી, કર્યો એવો દાવો કે...

PC: timesnownews.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં વરરાજા પોતાના લગ્નમાં જવા માટે તૈયાર હતો, પરંતુ એ દરમિયાન કાકી પોલીસ લઈને તેના ઘરે પહોંચી ગઈ. કાકીએ દાવો કર્યો હતો કે જે વ્યક્તિ વર બન્યો છે, તેની સાથે મંદિરમાં તેના લગ્ન થઈ ચૂક્યા છે. બંનેનું એક બાળક પણ છે. તે તેને છોડીને બીજા લગ્ન કરી રહ્યો છે. પોલીસ સામે ઘણા સમય સુધી ડ્રામા ચાલતા રહ્યા. ફિરોઝાબાદના નગલા પસીના રહેવાસી વિશેષના લગ્ન મેનપુરીની રહેવાસી પિંકી સાથે વર્ષ 2010મા થયા હતા.

લગ્ન બાદ પિંકીના 3 બાળકો થયા, જેમાં બે છોકરા અને એક છોકરી છે. જો કે, હવે પિંકી અને તેનો પતિ વિશેષ બંને અલગ અલગ રહે છે. આ કારણે પિંકીના સગા જેઠનો છોકરો ઓમવીર, જે પિંકી સાથે રહેવા લાગ્યો હતો. ઓમવીર ટ્રક ચલાવતો હતો એટલે તે આવતા-જતા પિંકી સાથે મુલાકાત કરી લેતો હતો. આ દરમિયાન બંનેમાં પ્રેમ થઈ ગયો. પિંકીના જણાવ્યા મુજબ, ઓમવીરે તેની સાથે સંબંધ બનાવ્યા હતા. મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે પિંકી સામેથી મોઢું ફેરવી લીધું હતું.

ગયા મંગળવારે રાત્રે ઓમવીરના લગ્ન એટાની રહેવાસી એક છોકરી સાથે થવાના હતા. નક્કી સમય મુજબ, જાન ઘરથી જઈ રહી હતી, પરંતુ તેની જાણકારી પિંકીને મળી ગઈ. તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ લઈને ઓમવીરના ઘરે પહોંચી ગઈ. ત્યાં હોબાળો કરી દીધો. આ બધુ જોઈને પરિવારજનો હેરાન રહી ગયા કેમ કે સંબંધે પિંકી ઓમવીરના કાકી લાગે છે. પિંકીએ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ શિવભાન રાજાવતે જણાવ્યું કે, ઓમવીર સાથે તેના લગ્ન થઈ ચૂક્યા છે. તેનાથી એક બાળક પણ છે, પરંતુ હવે તે ફરીથી લગ્ન કરી રહ્યો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે.

જો કે, ત્યારબાદ હોબાળો વધતો જોઈને પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા. તેમની પૂછપરછ કરવામાં આવી. આરોપ છે કે પહેલા પતિ સાથે છૂટાછેડા થયા વિના પતિ-પત્નીની જેમ રહેતા હતા. આ અંગે પોલીસ અધિક્ષક (દેહાત) કુમાર રણવિજય સિંહનું કહેવું છે કે પોલીસે તેના પર તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પક્ષો પાસે પુરાવા માગ્યા છે. મહિલા મુજબ, ઓમવીરે તેની સાથે સંબંધ બનાવ્યા અને કથિત રૂપે લગ્ન કર્યા. તપાસ હાથ ધરવામાં આવી છે. જેમ પણ હશે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp