દુલ્હન લેવા પહોંચેલા હેલિકોપ્ટરને ન મળી લેન્ડિંગની મંજૂરી તો વરરાજાએ કર્યુ આ કામ

PC: news18.com

બિહારના જહાનાબાદ જિલ્લામાં વરરાજા હેલિકોપ્ટરથી 7 ફેરા લેવા પહોંચ્યો હતો, પરંતુ જિલ્લા પ્રશાસન તરફથી લેન્ડિંગની મંજૂરી ન આપવામાં આવી. ત્યારબાદ વર પક્ષે ગામની ઉપરથી જ હેલિકોપ્ટરથી 7 ફેરા લગાવ્યા. તો વર અને વધૂને ગયા એરપોર્ટના રસ્તે જમશેદપુર માટે વિદાઇ કરવા પડ્યા. આ ઘટના જહાનાબાદ જિલ્લાના ઘોષી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહદ્દીપુર ગામની છે. મોહદ્દીપુર ગામના રહેવાસી રામાનંદ દાસની પ્રબળ ઈચ્છા હતી કે તે પોતાની ડૉક્ટર દીકરીને લગ્ન કર્યા બાદ હેલિકોપ્ટરથી વિદાઇ કરે.

દુલ્હનની માતા રાજકુમારી પણ હાલમાં જ રેલવેની હૉસ્પિટલથી રિટાયર થયા હતા. તેમની પણ ઈચ્છા હતી કે દીકરીના લગ્ન બાદ ગામથી જ હેલિકોપ્ટરથી વિદાઇ આપવામાં આવે, પરંતુ પ્રશાસન પાસે મંજૂરી ન મળ્યા બાદ વર-વધુને ગયા એરપોર્ટથી જ ઉડાણ ભરવું પડ્યું. પ્રશાસનિક સહમતિ ન મળ્યા બાદ કન્યાના પરિવારજનોમાં ખૂબ અફસોસ અને પ્રશાસન વિરુદ્ધ ગુસ્સો છે. રામાનંદ દાસ પોતાની ડૉક્ટર દીકરી મેઘા રાણીના લગ્ન 27 નવેમ્બરના રોજ જમશેદપૂર્ણ રહેવાસી ડૉ. વિવેક કુમાર સાથે બોધ ગયાની હોટલમાં કર્યા હતા.

28 નવેમ્બરના રોજ પોતાના પૈતૃક ગામ મોહદ્દીપુરથી હેલિકોપ્ટરમાં બેસીને વિદાઇ કરવા માટે બધી તૈયારીઓ પૂરી લારી લીધી હતી. વિદાઇ માટે તેમના દીકરા મૃત્યુંજય કુમારે પટનાથી લગભગ 9 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર ભાડુથી બુક કરાવ્યો હતો. કન્યા પક્ષના લોકોએ હેલિકોપ્ટર લેન્ડિંગ માટે ગામના જ ખેતરમાં હેલીપેડ તૈયાર કરી લીધું હતું, પરંતુ સિક્યૉરિટીનો સંદર્ભ આપતા જિલ્લા પ્રશાસને લેન્ડિંગની મંજૂરી ન આપી, જેના કારણે ગયા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર ઉપડીને મોહદ્દીપુર ગામની ઉપર મંડરાયો અને 7 ફેરા લીધા, પછી જમશેદપુર માટે રવાના થઈ ગયો.

દુલ્હનના પિતા રામાનંદ દાસે જણાવ્યું કે દીકરી ડૉક્ટર બની તો એ સમયે અમે કહ્યું હતું કે તેની ધામધૂમથી લગ્ન કરીશું અને પોતાના ગામથી હેલિકોપ્ટરથી વિદાઇ કરીશું. તેના માટે પત્નીના રિટાયરમેન્ટના બધા પૈસા ખર્ચ કરી દીધા, પરંતુ જહાનાબાદ પ્રશાસને લેન્ડિંગની મંજૂરી ન આપી. દલિત હોવાના કારણે તેમને હેલિકોપ્ટરથી ઉડાણ ભરવાની મંજૂરી ન આપવામાં આવી. જહાનાબાદના DM રિચી પાંડેએ જણાવ્યું કે, હેલિકોપ્ટર લેન્ડિંગ માટે પ્રોસેસ હોય છે, જેમાં ઘણા વિભાગો પાસે NOC લેવી પડે છે. લેન્ડિંગ માટે જરૂરી વિભાગો પાસેથી સહમતી લેવામાં આવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp