UPમાં અખિલેશ યાદવ સાથે મુલાકાત, હવે શું કરવા જઇ રહ્યા છે બાપુ?
શું શરદ પવારની જેમ ઉંમરના આ પડાવમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા ફરીથી રાજનીતિમાં સક્રિય થશે? ગુજરાતમાં આ સવાલ ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ રાજ્યમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની રચના છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ ક્ષત્રિય સમાજનું અપમાન કરવા પર ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ થયો હતો, પરંતુ ભાજપે રૂપલાની ટિકિટ પાછી ખેંચી નહોતી. એવામાં નવા મંચની રચનાને સમાજને સંગઠિત કરવાની તૈયારી તરીકે જોવામાં આવે છે.
એવી ચર્ચા છે કે આ મંચની આગેવાની ભાવનગરના પૂર્વવર્તી રજવાડાના શાહી પરિવારના મુખિયા વિજયરાજસિંહ ગોહિલને સોંપી શકાય છે. આ મંચમાં વાઘેલાની મહત્ત્વની ભૂમિકા હોવાની વાત કહેવામાં આવી રહી છે. જાણકારો મુજબ આ મંચ ક્ષત્રિય શક્તિ સમાજની ચિંતા, ચિંતન અને મંથન કરશે. 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગૌત સ્થિત રાજપૂત ભવનમાં થનારા શક્તિ મહાસંમેલનમાં એક મોટું શક્તિ પ્રદર્શન થશે. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
ક્ષત્રિય સમાજનું માનવું છે કે દેશની એકતા અને અખંડિતતા માટે 562 રજવાડાઓએ પોતાના રાજ્યો દાનમાં આપી દીધા હતા. દેશમાં લોકતંત્રની સ્થપાનામાં ક્ષત્રિય સમાજના મહાન યોગદાન છતા આજે પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સહિત અન્ય ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નથી. તેના માટે સમાજને એકજૂથ કરવાની જરૂરિયાત છે. ક્ષત્રિય સમાજના નવા મંચને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પૂરી રીતે સક્રિય છે.
વાઘેલાએ બુધવારે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના સમયે શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન સમાપ્ત થઈ ચૂક્યું છે. મીડિયાના સવાલ પર બાપુએ કહ્યું હતું કે આજની બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેવી રીતે થાય? રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે વાઘેલા આ વખત સારથીની ભૂમિકા નિભાવી શકે છે. તો મંચ કેવી રીતે અને કઇ દિશામાં કામ કરે. તેને લઈને તેઓ પરામર્શ આપશે.
શંકર સિંહ વાઘેલા ભાજપમાંથી બળવો કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના દ્વારા ક્ષત્રિય મંચની રચના માટે સક્રિય થવાથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. બાપુ આમ તો દેશભરના નેતાઓને મળતા રહે છે, પરંતુ જાણકારો મુજબ, વાઘેલા નવા ક્ષત્રિય મંચમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. ગયા મહિને તેમની મુલાકાત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે થઈ હતી. બંને નેતાઓની તસવીરો પણ સામે આવી હતી.
ચર્ચા છે કે તેઓ અખિલેશ યાદવને સાથે લઈને યાદવોને પણ આ મંચ સાથે જોડી શકે છે કેમ કે ઉત્તર પ્રદેશમાં યાદવ અને ગુજરાતમાં અહીર સમાજ એક જ છે. હવે જોવાનું એ રહેશે કે નવા મંચમાં બાપુ કી ભૂમિકામાં નજરે પડે છે, પરંતુ 84 વર્ષની ઉંમરમાં ફરીથી સક્રિય થઈને તેમણે રાજકીય ગલિયારામાં ગરમાશ લાવી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસની કમાન ક્ષત્રિય સમાજમાંથી આવનારા શક્તિસિંહના હાથોમાં છે. એવામાં આ મંચ પરથી શું સ્થિતિ બનશે? તેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર ટકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp