7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, 7 મેના રોજ ગુજરાતમાં થશે ચૂંટણી, 4 જૂને પરિણામ

PC: twitter.com

દુનિયાની સૌથી મોટી લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અંગે શનિવારે ચીફ ઇલેક્શન કમિશ્નર ઓફ ઇન્ડિયા રાજીવ કુમારે પત્રકાર પરિષદને સંબોધી હતી. લોકસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે, જેમાં 102 સીટ પર મતદાન થશે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 89 સીટ પર મતદાન થશે.7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 94 સીટ પર મતદાન થશે.13 મેએ ચોથા તબક્કાનું મતદાન થશે, જેમાં 96 સીટ પર મતદાન થશે.20 મેએ પાંચમા તબક્કાનું મતદાન થશે, જેમાં 49 સીટ પર મતદાન થશે.25 મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીનું પરિણામાં 4 જૂનના રોજ આવશે.

હાઇલાઇટ્સ...

- 543 બેઠકો

- 7 તબક્કામાં ચૂંટણી થશે

- 19 એપ્રિલથી વોટીંગ 102 બેઠકો પર મતદાન શરૂ થશે

- 4 જૂન 2024 પરિણામ જાહેર થશે

 -97 કરોડ કુલ મતદારો

- 49 કરોડ 70 લાખ પુરુષ મતદારો

- 47 કરોડ 15 લાખ મહિલા મતદારો

- 1 કરોડ 80 લાખ નવા મતદારો ઉમેરાયા

- 55 લાખ  EVMનો ઉપયોગ

- 10. 5 લાખ પોલીંગ બૂથ

- 1 એપ્રિલ 2024ના દિવસે 18 વર્ષ પુરા થતા હશે તે મત આપી શકશે

-88.5 લાખ દિવ્યાંગ મતદારો

- 2019ની સરખામણી 2024માં 6 ટકા મતદારો વધ્યા

- ચૂંટણીમાં હિંસા નહી થવા દેવાશે, ચૂંટણી પંચ કડક પગલાં ભરશે

- ધન- બળનો પ્રયોગ નહીં થઇ શકે

- હિસ્ટ્રી પર નજર રખાશે

-સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવશે.

- જાતિ- ધર્મના નામે મત નહીં માંગી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp